તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 6th November 2024
નવા વર્ષના પ્રારંભે કપાસીયા તેલના ભાવોમાં ઉછાળોઃ ડબ્બે ર૦ રૂા. વધ્યા

રાજકોટ તા. ૬: નવા વર્ષના પ્રારંભે કપાસીયા તેલના ભાવોમાં ઉછાળો થયો હતો અને ડબ્બે ર૦ રૂા.નો ભાવવધારો થયો હતો. જો કે, સીંગતેલના ભાવો સ્થિર રહ્યા હતા.
સ્થાનીક બજારમાં કપાસની આવકો ઘટયાના અહેવાલે કપાસીયા તેલના ભાવોમાં ર૦ રૂા.નો ઉછાળો થયો હતો.
કપાસીયા તેલ લુઝના ભાવ ૧ર૭૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ર વાગ્યે ૧ર૯૦ રૂા. ભાવ બોલાયા હતા. કપાસીયા ટીનના ભાવ ર૧૮૦થી રર૩૦ રૂા. હતા તે વધીને રર૦૦ થી રરપ૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. જયારે બપોર સુધીમાં સીંગતેલના ભાવોમાં કોઇ ખાસ વધ-ઘટ ન હતી.
(4:45 PM IST)










