News of Wednesday, 6th November 2024
જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા ઝંડી વિતરણઃ શુક્રવારે શોભાયાત્રા-મહાપ્રસાદ

રાજકોટ તા. ૬ :.. શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા તાજેતરમાં દેવપરા શાક માર્કેટ વિસ્તારમાં પૂ. શ્રી જલારામ બાપાની ઝૂંડી-વિતરણ કરવામાં આવેલ હતી. તથા ફોર વ્હીલર્સ ટુ-વ્હીલર્સમાં ઝડીઓ લગાડવામાં આવેલ હતી ત્થા આ વિસ્તારના તમામ જલારામ ભકતોને શ્રી જલારામ બાપાની રરપ મી જન્મજયંતિએ શોભાયાત્રામાં પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સાથે મહાઆરતી - મહાપ્રસાદ લેવા માટે પણ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
દેવપરા વિસ્તારના અગ્રણી જલારામ ભકતો સર્વે શ્રી ડો. જૈમનભાઇ ઉપાધ્યાય (પૂર્વ મેયરશ્રી રાજકોટ) મનુભાઇ જોબનપુત્રા, સંજયભાઇ વસંત (જલારામ), ડો. કૃણાલભાઇ વસંત (ગીરીરાજ કલીનીક) ઉષાબેન મુકુંદભાઇ ત્રિવેદી, શ્રી જલારામ ઝૂંપડી ચે. ટ્રસ્ટ રાજસમઢીયાળા, સોનલબેન સામૈયા, અવનીબેન બગડાઇ, જયભાઇ વસંત, કિરીટભાઇ, રાજનભાઇ, પ્રશાંતભાઇ પટેલ, જલારામ જન્મોત્સવ સમિતિના શ્રી પ્રવિણભાઇ કાનાબાર, અશોક હિન્ડોચા, રમણભાઇ કોટક, અશ્વિનભાઇ મીરાણી, રાજેશભાઇ મીરાણી, ભાવીનભાઇ, તથા સમીરભાઇ સોમૈયા, કૃપાલી સોમૈયા, ધરમ સોમૈયા, સહિત જલારામ ભકતો ઉપસ્થિત રહ્યા હતાં. દેવપરા વિસ્તારમાં શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા જલારામ બાપાની આરતી કરવામાં આવેલ જયા આ વિસ્તારમાં રીક્ષાઓ -ટુ-વ્હીલર્સ ફોર વ્હીલર્સમાં ઝૂંડીઓ બનાવી જલારામ શોભાયાત્રામાં પધારવા ભાવ ભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
પુ.શ્રી જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતિ તા.૮ શુક્રવારે છે ત્યારે રાજકોટના જલારામ ભકતોમાં અનેરો થનગનાટ જોવા મળે છે. ત્યારે શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા આજે તા.૬ બુધવારે રાત્રે ૯ કલાકે સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ, મવડી પ્લોટ વિસ્તારમાં શ્રી જલારામબાપાની ઝંડી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવશે. શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા આ વિસ્તારના તમામ જલારામ ભકતોને ઝંડી- વિતરણ કાર્યક્રમમાં પધારવા તથા તા.૮ શુક્રવારે બપોરે ૪ કલાકે ચોૈધરી હાઇસ્કુલના પટાંગણમાં શોભાયાત્રામાં સામેલ થવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવશે. શોભાયાત્રા- રાજકોટાના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થશે ત્યારે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. શોભાયાત્રા વિરાણી હાઇસ્કુલ ખાતે રાત્રે ૭:૩૦ કલાકે વિરામ પામશે. જયાં રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ જલારામ ભકતો માટે મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. સાથે રંગોળી અન્નકુટદર્શન ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. ભાવિકોને યાત્રામાં જોડાવા તેમજ આરતી અને મહાપ્રસાદનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.
શુક્રવારે સાંજે ૪ કલાકે ચોૈધરી હાઇસ્કુલના પટાંગણમાંથી શોભાયાત્રાનો સંતોની ઉપસ્થિતિમાં દિપપ્રાગટય- આર્શીવચન સાથે પારંભથયે ત્યારે જલારામભકતશ્રી કમલેશભાઇ બુધ્ધદેવ, ગીરીરાજ સોડા-કોલ્ડ્રીંકસ દ્વારા તમામ જલારામ ભકતોને શરબત પ્રસાદ આપવામાં આવશે. શોભાયાત્રાનું સદરબજાર મિત્રમંડળ, દાઉદીવ્હોરા સમાજ, શીવસેના, શહેર ભાજપ, અકિલા પરિવાર, જલારા ચીકી, વિનોદ બેકરી, મુસ્લિમ સમાજ, રસિકભાઇ ચેવડાવાડા, નાગરીકબેંક પરિવાર, શહેર કોંગ્રેસ, ધર્મેન્દ્ર રોડ વેપારી એશોસીએશન, રોયલગૃપ, ઘી કાંટા રોડ વેપારી એશોસીએશન, શ્રી હિતેશભાઇ અનડકટ ગ્રુપ, સાંગણવાચોક ખાતે રાજકોટ લોહાણા મહાજન, શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ તથા રઘુવંશીની સંસ્થાઓ, હોટેલ આરઝુ, હિંડોચા પરિવાર, શ્રીરાજદેવ પરિવાર ચે.ટ્રસ્ટ, શ્રી અંબિકા ગરબી મંડળ વિવિધ રાજકીય પક્ષો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. વીરાણી હાઇસ્કુલ રાજકોટ ખાતે શોભાયાત્રા વિરામ પામશે. ત્યારે શ્રી રઘુવંશી પરિવાર ચે.ટ્રસ્ટ દ્વારા મહાઆરતી મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જેમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે
(4:33 PM IST)










