<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

સુવર્ણ ભૂમિ પરિસરઃ જલારામ જયંતિ ઉજવવા અનેરો થનગનાટ

અકિલા દૈનિક પરિવાર-ગણાત્રા પરિવાર નિર્મિત પૂ. શ્રી જલારામ બાપાની પાવન આરતીનો નાદ ગૂંજશે - સાત વિંગ, કુલ ૩૯ર ફલેટસના તમામ સભ્‍યો પ.પૂ. જલારામ બાપાની રરપ મી જન્‍મ જયંતિની ભાવપૂર્વક ઉજવણી કરશે - પરમ દિવસ શુક્રવાર ૮ નવેમ્‍બર ર૦ર૪ના રોજ સાંજે પ.૩૦ વાગ્‍યે અન્નકુટ દર્શન અને ૭.૧પ વાગ્‍યે મહાઆરતી થશેઃ સાંજે ૭.૩૦ વાગ્‍યાથી મહાપ્રસાદઃ વડીલો-મુરબ્‍બીશ્રીઓ માટે અલાયદી વ્‍યવસ્‍થા - ‘હમ સાત સાથ હૈ' ના સૂત્રને સાર્થક કરતા સોસાયટીના પ્રમુખ મનિષભાઇ ઠક્કર સહિત સમગ્ર સુવર્ણ ભૂમિ પરિવાર દ્વારા અદ્‌કેરૂં-અલૌકીક આયોજન

રાજકોટ, તા., ૬ : ‘જયાં ટુકડો ત્‍યાં હરી ઢુકડો' કહેવતને પોતાના આશીર્વાદ સાથે હરહંમેશ સાર્થક કરતા વિશ્વ વંદનીય પ.પૂ.શ્રી જલારામ બાપાની રરપ મી જન્‍મ જયંતીની ઉજવણી પરમ દિવસ તા. ૮ નવેમ્‍બર શુક્રવાર ર૦ર૪ ના રોજ સમગ્ર વિશ્વમાં ધામધુમપુર્વક થઇ રહી છે. રાજકોટના સુવર્ણભુમી ચોક, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે આવેલ રાજકોટની પ્રથમ હરોળની નમુનારૂપ અને પ્રેરણાદાયી સોસાયટી સુવર્ણભુમી પરિસર દ્વારા પણ પ.પૂ.જલારામબાપાની જન્‍મજયંતી ઉજવવા સંદર્ભે અનેરો થનગનાટ જોવા મળી રહયો છે. સુવર્ણભુમી સોસાયટીના સાતેય વિંગના કુલ ૩૯ર ફલેટના તમામ સભ્‍યો જલારામ જયંતીની ભાવપુર્વક ઉજવણી કરશે.

જલારામ જયંતીની ધામધુમપુર્વક ઉજવણી દરમ્‍યાન અકિલા દૈનિક પરિવાર ગણાત્રા પરિવાર નિર્મિત પૂ.શ્રી જલારામ બાપાની પાવન આરતીનો નાદ સતત ગુંજતો રહેશે. અકિલા દેૈનિકના એકઝીયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રા અને યુવા ઉદ્યોગપતિ શ્રી હિરેનભાઇ સુબાની પરિકલ્‍પના અને માર્ગદર્શનમાં તૈયાર થયેલ પૂ. શ્રી જલારામ બાપાની પાવન આરતી વિશ્વ પ્રસિધ્‍ધ ગાયક ઓસમાણ મીરના ગરવા કંઠે ગવાયેલી છે અને આરતીનું સંગીત ગુજરાતી ફિલ્‍મોની જાણીતી સંગીતકાર જોડી કેદાર-ભાર્ગવે આપ્‍યું છે. એક એક શબ્‍દમાંથી પૂજય જલારામ બાપા પ્રત્‍યેની અપાર આસ્‍થા અને શ્રધ્‍ધા, ઝળકાવનાર સુંદર આરતીના લેખક જાણીતા યુવા કવિ શ્રી મિલિન્‍દ ગઢવી છે અને જાણીતા દિગ્‍દર્શક શ્રી વિરલ રાચ્‍છના માર્ગદર્શનમાં આકર્ષક વિડીયો કૂટેજ શૂટ કરવામાં આવ્‍યા છે. શ્રી નૈનેશ બુટી, ધ્‍વનિબેન સુખડીયા, શ્રી નિલેશ ઠાકર વિગેરેનો પણ ઉપયોગી સહયોગ પ્રાપ્ત થયો છે.

પરમ દિવસ જલારામ જયંતિ નિમિતે સુવર્ણભૂમિ સોસાયટી ખાતે સાંજે પ.૩૦ વાગ્‍યે અન્નકુટ દર્શન તથા સાંજે ૭.૧પ વાગ્‍યે મહાઆરતી કરવામાં આવશે. સાંજે ૭.૩૦ વાગ્‍યાથી મહાપ્રસાદ શરૂ થશે. મહાપ્રસાદ દરમ્‍યાન વડીલો-મુરબ્‍બીશ્રીઓ તથા ઉંમરલાયક ભાઇઓ-બહેનો ટેબલ-ખુરશી ઉપર બેસીને આરામદાયક રીતે પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી અલાયદી-આગવી વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.

‘હમ સાત સાથ હૈ' ના સૂત્રને સાર્થક કરતા સુવર્ણભૂમિ સોસાયટીના તમામ સભ્‍યો ગણપતિ ઉત્‍સવ, નવરાત્રી, દિવાળી, જન્‍માષ્‍ટમી, સ્‍વાતંત્ર્યતા દિવસ, જલારામ જયંતિ સહિતના વિવિધ તહેવારો હળીમળીને, ઉત્‍સાહપૂર્વક, ઉમળકાભેર અને શિસ્‍તબધ્‍ધ રીતે ઉજવી રહ્યા છે જેને કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ‘સુવર્ણભૂમિ' પરિસરે એક આગવી ઓળખ ઉભી કરી છે.

પ.પૂ. જલારામ બાપાની રરપમી જન્‍મ જયંતિની અલૌકીક ઉજવણીને સફળ બનાવવા સુવર્ણ ભૂમિ સોસાયટીના કાર્યદક્ષ પ્રમુખશ્રી મનીષભાઇ ઠકકર, સહિતના સુવર્ણભૂમિ પરિવારના સભ્‍યો શ્રી હિતેષભાઇ વિઠ્ઠલાણી, પ્રદિપભાઇ દત્તાણી, ડો. ચિરાગભાઇ ગાંધી, રાકેશભાઇ તન્‍ના, ધર્મેન્‍દ્રભાઇ તન્‍ના, જલ્‍પેશભાઇ ભીમજીયાણી, રાજુભાઇ લાલચેતા, મિતેષભાઇ (મોન્‍ટુભાઇ) રૂપારેલ, અમિતભાઇ સચદેવ, દિપકભાઇ ઉંધાડ (ડીસીપી), અલ્‍પેશભાઇ રૂપારેલીયા, કુલદિપભાઇ પુજારા, વિજયભાઇ મણીયાર, ધરમભાઇ પોપટ, ચુનીલાલભાઇ કલોલા, જયનીશભાઇ બુધ્‍ધદેવ, રાકેશભાઇ સોજીત્રા, નટવરભાઇ બુટાણી, શ્રીકાંતભાઇ સેજપાલ, વિજયભાઇ નોંધાવાદરા, નિલેશભાઇ ઠુંબર, શીરીષભાઇ તન્‍ના, ચિરાગભાઇ પટેલ, નિલેશભાઇ વિરડીયા, સમીરભાઇ ચંદે, દિપકભાઇ બુધ્‍ધદેવ, ભરતભાઇ ધનેશા, હરીકૃષ્‍ણભાઇ ભોજાણી, પરેશભાઇ તન્‍ના, હર્ષદભાઇ કણજારા, જયેષ્‍ઠારામભાઇ ચતવાણી, મેહુલભાઇ જનાણી, સચીનભાઇ જોબનપુત્રા, સુકેતુભાઇ ગણાત્રા, કશ્‍યપભાઇ ઉનડકટ, નિલેશભાઇ શીરોદરીયા, ડો. પરાગભાઇ દેવાણી, જગદીશભાઇ તન્ના, ભૂષણભાઇ અઢીયા, વિનોદભાઇ કણસાગરા, ગોવિંદભાઇ હિન્‍ડોચા, પ્રદીપભાઇ મણીયાર, ભાવિનભાઇ રૂઘાણી, મનિષભાઇ સોઢા, રતિલાલભાઇ ઠુંબર, કમલેશભાઇ પાઉં વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:42 PM IST)