<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

શહેર એસઓજીએ ગાંધીગ્રામના કેતન ઉઘાસને ૩.૧૩ લાખના હેરોઇન બ્રાઉન સ્યુગર સાથે પકડ્યો: હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા અને જયદીપસિંહ ચૌહાણની બાતમી: પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ  શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થ સાથે એક શખ્સને પકડ્યો છે. બાતમીને આધારે રામાપીર ચોકડીના પુલ નીચેથી રોડ ઉપરથી કેતન અશોકદાન ઉધાસ (ઉ.વ.૩૯ રહે. રામાપીર ચોકડી લાભદીપ સોસાયટી શેરી નં.૩ પરીશ્રમ સ્કુલની સામે)ને રૂ. ૩,૧૩,૬૦૦ના હેરોઇન બ્રાઉન સયુગર સાથે પકડી લીધો છે.

શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા સરકારશ્રીના "SAY NO TO DRUGST મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચના મળી હોઇ ટીમ પેટ્રોલીનમાં હતી ત્યારે હેડકોન્સ જયદિપસિંહ ચૌહાણ તથા હેડકોન્સ ઉપેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળતા કેતન ઉઘાસને માદક પદાર્થ સાથે પકડી મોબાઈલ તથા રોકડ રકમ પણ કબ્જે કરી ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. આ શખ્સ ક્યાંથી આ પદાર્થ લાવ્યો તેની તપાસ થઈ રહી છે.

  પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશ્નર સજજનસિંહ પરમાર તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ભરત બી. બસીયાની સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા તથા પો.સબ ઇન્સ. આર.જે.કામળીયા તથા પ્રો. પો.સબ.ઇન્સ. સી.બી.અજુડીયા તથા એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ ઝાલા પો.હેડકોન્સ. જયદિપસિંહ ચૌહાણ ઉપેન્દ્રસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા અજયભાઇ ચૌહાણ, અરૂણભાઇ બાંભણીયા, મૌલિકભાઈ સાવલીયા, હરદેવસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહિલ. મહાવિરસિંહ ઝાલા તથા કોન્સ હાર્દીકસિંહ પરમાર, કિશોરભાઈ ધુધલ, અમિતભાઇ ટુંડીયા, યોગરાજસિંહ ગોહિલ તથા ડ્રા.એ.એસ.આઈ.કૃષ્ણસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. પ્રાથમીક પરીક્ષણ એફએસએલ અધિકારી એસ.એચ.ઉપાધ્યાયએ કર્યું હતું.

(6:35 PM IST)