News of Thursday, 7th November 2024
જમીન-મકાન-ફલેટના ખરીદ-વેચાણમાં તેજીનું વાવાઝોડુઃરાજકોટના ૧૮ ઝોનમાં ૮પ કરોડની જબરી આવક
દિવાળીના તહેવારો સબ રજીસ્ટ્રાર કચેરીઓને ફળ્યાઃ તમામ ૧૮ ઝોન હાઉસફૂલ : સપ્ટેમ્બર કરતા ઓકટોબરમાં ર૦૦૦ દસ્તાવેજો વધ્યાઃ સૌથી વધુ મોરબી રોડ પર-૧૮૩૪ તો સૌથી ઓછા વિંછીયા-૬૭ દસ્તાવેજો થયા

રાજકોટ તા. ૭: દિપાવલીના તહેવારો સંદર્ભે શૂકન સાચવી લેવા અને નવા વર્ષમાં જ શુભ ખરીદી સંદર્ભે રાજકોટ શહેર-જીલ્લાની ૧૮ જેટલી સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજો કરવામાં તેજીનું વાવાઝોડુ ફુંકાયું હતું, અને ગત સપ્ટેમ્બર મહિના કરતા ઓકટોબરમાં ર હજારથી વધુ દસ્તાવેજો નોંધાયાનું અધીકારી સુત્રોમાંથી જાણવા મળ્યું હતું, દિવાળીના તહેવારો તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓને ફળ્યા હતા, ૧૮ ઝોન હાઉસફુલ બની ગયા હતા. જમીન-મકાન-ફલેટની ખરીદી વેચાણમાં ભારે તેજી હોવાનું બહાર આવ્યું છે. તમામ ૧૮ ઝોન થઇને કૂલ ફી. ૧ર કરોડ ૩૩ લાખ તથા ઉપયોગમાં લેવાયેલ સ્ટેમ્પ ડયુટી ૭૩ કરોડ ૧૯ લાખ મળી સરકારને કૂલ ૮પ કરોડ પ૩ લાખની આવક થયાનું જાણવા મળ્યું છે.
સૌથી વધુ રાજકોટ-ર-મોરબી રોડ વિસ્તારમાં ૧૮૩૪, તો સૌથી ઓછા વિંછીયા ક્ષેત્રમાં ૬૭ દસ્તાવેજો નોંધાયા હતા.
અન્ય ઝોનની વિગત જોઇએ તો, રાજકોટ-૮-રૂરલમાં ૮ર૬-દસ્તાવેજ, રાજકોટ-૭-કોઠારીયામાં-૯૭૦, રાજકોટ-૬ મવડીમાં-૧૩૦૪, રાજકોટ-પ-મવામાં-૯૮૦, રાજકોટ-૩-માં ૧૦૮પ, જેતપુર-૬૭ર, ઉપલેટા-૪૧૭, ધોરાજી-૩પ૩, જસદણ-૪૬ર, કોટડાસાંગાણી-પ૯૮, લોધીકા-૮૮૭, ગોંડલ-૧૩૪૬, પડધરી-ર૭૬, જામકંડોરણા-૧૦૧, રાજકોટ-૧-૯૯૭, તથા રાજકોટ-૪-રૈયા વિસ્તારમાં ૧ર૧૯ દસ્તાવેજો ઓકટોબરમાં નોંધાયાનું અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.
(2:32 PM IST)










