News of Thursday, 7th November 2024
શનિવારે કલેકટરના અધ્યક્ષપદે R.O. મીટીંગઃ બપોર બાદ લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકઃ ૬પ કેસો અંગે નિર્ણય થશે
R.O. મીટીંગમાં કલેકટર કોન્ફરન્સમાં ચર્ચાયેલ મુદાઓ અંગે સ્થાનિક લેવલે ફોલોઅપ કરાશે : IILMS સોફટવેર સાથે તમામ કેસોનું મેપીંગ થશેઃ ર૧/રર/ર૩ સોમનાથમાં ચિંતન શીબીરઃ કલેકટરનો મહત્વનો પ્રોજેકટ ધાર્મિક દબાણો હવે હટાવવાનું શરૂ કરાશે : સ્વા. મંદિરમાં રાજકીય પક્ષની સભા અંગે તપાસ ચાલુઃ કલેકટર સાથે વાતચીત

રાજકોટ તા. ૭: રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી શનિવારે ૯ તારીખે તમામ પ્રાંત ડે. કલેકટરો અને મામલતદારોની અને અન્ય શાખા અધ્યક્ષોની મહત્વની એવી R.O. મીટીંગ યોજાશે, જેમાં તાજેતરની કલેકટરની કોન્ફરન્સમાં લેવાયેલ મહત્વના મુદાઓ અંગે હવે સ્થાનિક લેવલે ફોલોઅપ કરાવાશે.
કલેકટરે જણાવેલ કે આ ઉપરાંત બપોર બાદ લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠક મળશે, જેમાં ૬પ કેસો અંગે નિર્ણય થશે.
R.O. મીટીંગ અંગે કલેકટરશ્રી પ્રભવ જોષીએ ‘‘અકિલા''ને જણાવેલ કે તાજેતરમાં બીનખેતીના કેસમાં ૧૯૯પ થી અમલવારીનો પરિપત્ર આપ્યો તેનું ચૂસ્તપણે પાલન થાય, રેકર્ડ વર્ગીકરણ, કચેરી અપડેટ, ઓડીટ પાસ નિકાલ, કોર્ટ કેસ, મોનીટરીંગ, વધુમાં વધુ ફાઇલો ઇ-સરકારમાં મૂકી દેવાય, વીજીલન્સ કેસોનો નિકાલ તથા અત્યંત મહત્વના એવા આઇઆઇએલએમએલ એટલે કે લીટીંગન્સ મેનેજમેન્ટ સીસ્ટમના સોફટવેરમાં તમામ કોર્ટ કેસોનું સેટઅપ અને મેપીંગ થાય તે મુદાઓ ખાસ આવરી લેવાશે.
ધાર્મિક દબાણો અંગે તેમણે જણાવેલ કે હવે આવા દબાણો હટાવવા અંગે કાર્યવાહી થશે, નોટીસો અપાઇ રહી છે, અને આવતા અઠવાડિયાથી આ પ્રક્રિયા શરૂ થશે.
લોકસભા ચૂંટણી સમયે સ્વા. મંદિરમાં ભાજપની સભાના મુદા અંગે ચૂંટણી પંચે ફેર તપાસનો આદેશ કર્યો છે, તે અંગે કલેકટરે જણાવેલ કે એક વખત અમે રીપોર્ટ મોકલી દીધો છે, બાદમાં ફરીથી તપાસની સૂચના-પત્ર મળ્યો છે, આ મુદે તપાસ ચાલુ છે, આગળ પ્રોસેસની કાર્યવાહી કરી-ફાઇલનો અભ્યાસ કરી ચૂંટણી પંચને રીપોર્ટ કરી દેવાશે.
ચિંતન શીબીર અંગે કલેકટરે જણાવેલ કે સોમનાથ ખાતે તા. ર૧-રર-ર૩ ચિંતન શીબીર થશે, ૪ થી પ મહત્વના મહેસૂલ વિષયમાંથી કોઇપણ એક વિષય-બાબતે પોતે મહત્વનો પ્રોજેકટ સબમીટ કરનાર છે.
(2:32 PM IST)










