News of Thursday, 7th November 2024
હસનવાડી ખાતે કાલે જય જલારામનો નાદ ગૂંજશે
આતશબાજી, બાળકોના હસ્તે કેક કાપવામાં આવશે, મહાઆરતી, મહાપ્રસાદના કાર્યક્રમો : રંગીલા યુવા ગ્રુપ અને જલારામ મિત્ર મંડળ દ્વારા સતત નવમાં વર્ષે ધર્મપ્રિય આયોજન

રાજકોટ : શ્રી રંગીલા યુવા ગૃપ તથા જલરામ મીત્ર મંડળ દ્વારા જલારામાબાપાની પૂણ્યતિથી નિમિત્તે તા. ૮ શુક્રવારના રોજ સાંજે ૭ વાગ્યાથી હસનવાડી ખાતે જલરામ જયંતિનું આયોજન કરેલ છે. કાનાભાઇ જે. ડાભી અને અજયભાઇ વડેરા જણાવે છે કે આવતીકાલે સાંજે ૭ કલાકે મહાઆરતી કેક કાપવામાં આવશે બાદ સર્વધર્મ પ્રેમી જનતા માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમો શ્રી રંગીલા હનુમાનજી પટાંગણમાં હસનવાડી શેરી નં.ર, બજરંગ ચોક ખાતે યોજાશે. આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ કાનાભાઇ જે. ડાભી ૯૮૯૮૬ ૮૭૦૬૭ ઉપપ્રમુખ અંકુરભાઇ મનાણી, અજયભાઇ વડેરા, વિકીભાઇ વડેરા, મહંત શ્રી દિનુબાપુ ગોસાઇ, ખોડાભાઇ ડાભી, ભાવેશભાઇ સીધ્ધપુરા, અશોકભાઇ પીઠડીયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(2:59 PM IST)










