<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓનું સ્‍નેહમિલન

રાજકોટ :  સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનું નૂતન વર્ષનું સ્‍નેહમિલન કુલપતિ પ્રોફે. કમલસિંહ ડોડીયાની અધ્‍યક્ષતામાં આજે લાભપાંચમના શુભ દિવસે યોજાયું. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કમલસિંહ ડોડીયાએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સર્વે શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા પરિવારને નૂતન વર્ષની શુભેચ્‍છાઓ પાઠવી  કુલપતિશ્રીએ સૌનું આરોગ્‍ય નિરોગી રહે એ શુભેચ્‍છાઓ પાઠવી હતી. સૌ કર્મચારીઓએ કુલપતિ તથા કુલસચિવને મળીને નૂતન વર્ષની શુભેચ્‍છાઓ પાઠવી બોર્ડ ઓફ મેનેજમેન્‍ટ, એક્‍ઝીકયુટીવ કાઉન્‍સીલના સભ્‍યો, કુલસચિવ,  ભવનોના અધ્‍યક્ષો, અધિકારીઓ, શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:23 PM IST)