News of Thursday, 7th November 2024
આધાર કેન્દ્રના ૧૯ કર્મીઓનો નિર્ણય ન થતા સેન્ટ્રલ ઓફીસે અંધાધુંધી
મનપા દ્વારા મુંબઇ રિઝનલ કચેરીએ દિવાળી પહેલા સસ્પેન્શન રદ કરવા ઇ-મેઇલ કરાયેલ : શહેરમાં બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડીયા, એચડીએફસી બેંક, યસ બેંક, પોસ્ટ ઓફીસ, બીએસએનએલ ઓફીસ સહિત ૨૫ સ્થળોએ આધારકાર્ડની કામગીરી ચાલુ : મનપાની ઇસ્ટઝોન અને વેસ્ટઝોન કચેરીએ કામગીરી બંધ થતા મુખ્ય કચેરીએ ધસારોઃ લાંબી લાઇનો

રાજકોટ તા.૭: દિવાળીના તહેવાર પહેલા જ મહાપાલિકામાં આધારકાર્ડ સેન્ટરના તમામ ૧૯ ઓપરેટરોને એક સાથે એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. પરંતુ ૪૧૨૯ અરજી મિસમેચ શા કારણે થઈ છે તેની તપાસ કરતા માલુમ પડેલ કે, સરકારના પરિપત્રની જાણ તંત્રને મોડી થતાં અજાણ ઓપરેટરો દ્વારા અરજી અપડેટ કરાતા મિસમેચની સંખ્યા વધવા પામી છે.
આથી તંત્ર દ્વારા મુંબઈ રિઝનલ કચેરીને સસ્પેન્શન રદ કરવા રિકવેસ્ટ મેલ કરવામાં આવેલા. બે-ચાર દિવસમાં સસ્પેન્શન રદ થઈ જશે તેવી આશા હજી પૂર્ણ થઇ નથી. શહેર વિસ્તારમાં કુલ ૧૯ ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેથી રાજકોટ શહેરમાં આધારકાર્ડની કામગીરી બંધ ઠપ થઈ ગઈ હતી. પરંતુ એક કલાક પણ આધારકાર્ડનું કામ બંધ થાય તો અરજદારોના થપ્પા લાગે છે. ત્યારે સદંતર કામ બંધ થાય તો શું હાલત થાય તેવી સ્થિતિ જાણતા હોવાથી તંત્ર દ્વારા ઘટતુ કરવા માટે રિજ્યુનલ કચેરીને આબાબતની જાણ કરી છે.
રાજકોટ શહેરમાં આધારકાર્ડમાં પ્રિન્ટ સાથેની આઈ.ડી. શરૂૂ કરવામાં આવી હતી. તે આઈ.ડી અને ઓપરેટરોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહાપાલિકાના તમામ ૧૮ ઓપરેટર સસ્પેન્ડ થતા આ કામગીરી બંધ થઈ જતા મુંબઈ રિઝનલ કચેરી દ્વારા રાજકોટ શહેરના ૧૮ સહિત રાજ્યના ૬૯ ઓપરેટરોના સસ્પેન્શનનો મેઈલ કરી દેવામાં આવતા મહાપાલિકા દ્વારા જવાબરૂપે વળતો મેલ કરી ઓપરેટરોના કારણે નહીં પરંતુ જન્મના દાખલામાં ફેરફાર થતાં મિસમેચની સંખ્યા મોટી થઈ હોવાનું કારણ સાથે મેલ કરી સસ્પેન્શનના પગલા રદ કરવાની રજૂઆત કરી છે.
આ ઉપરાંત શહેરમાં રપ આધાર કેન્દ્રો પણ કાર્યરત છે. જેમાં બેંક ઓફ બરોડા : ઢેબર રોડ, કોર્પોરેશન ચોક, રાજકોટ ૩૬૦૦૦૧, બેંક ઓફ ઇન્ડિયાઃ બેંક ઓફ ઇન્ડિયા, પરાબઝાર, એમ. જી. રોડ, રાજકોટ ૩૬૦૦૦૧, પંજાબ નેશનલ બેંકઃ પંજાબ નેશનલ બેંક, રાજકોટ ૩૬૦૦૦૧, એચડીએફસી બેંકઃ એચડીએફસી બેંક ટીટેનીયમ બિલ્ડીંગ, યાજ્ઞિક રોડ, રાજકોટ ૩૬૦૦૦૧, કોટક મેન્દ્રા બેંકઃ કોટક મેન્દ્રા બેંક જીમખાના રોડ રાજકુમારકોલેજ સામે જાગનાથ પ્લોટ રાજકોટ ૩૬૦૦૦૧,પોસ્ટ ઓફીસઃ મેઇન પોસ્ટ ઓફીસ, હરિહર ચોક પાસે રાજકોટ ૩૬૦૦૦૧, યુટીઆઈઃ યુટીઆઈ ઇન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજી એન્ડ સર્વિસ, શોપ નં ૧૦૧, ૧૦૨, ૧૦૩ ઓર્બીટકોમ્પ્લેક્ષ, સદર રોડ, રાજકોટ
, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાઃ યુનિયન બેંક, ભક્તિ નગર, રાજકોટ ૩૬૦૦૦૨, યસ બેંકઃ યસ બેંક, ભક્તિ નગર, રાજકોટ ૩૬૦૦૦૨, ઈકયુટીસ બેંકઃ ઈકયુટીસ બેંક, ગોંડલ રોડ, સત્યવિજયપટેલ આસ્ક્રીમ પાસે, રાજકોટ ૩૬૦૦૦૨, પોસ્ટ ઓફીસઃ ભક્તિનગર પોસ્ટ ઓફીસ, રાજકોટ ૩૬૦૦૦૨ બેંક ઓફ બરોડાઃ આજી ભક્તિનગર શાખા, રાજકોટ ૩૬૦૦૦૩
-પોસ્ટ ઓફીસઃ બેડી ગામ પોસ્ટ ઓફીસ, રાજકોટ ૩૬૦૦૦૩ પોસ્ટ ઓફીસઃ પોસ્ટલકોલોની પોસ્ટ ઓફીસ, ગોંડલ રોડ, રાજકોટ ૩૬૦૦૦૪ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાઃ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, કાલાવડ રોંડ, રાજકોટ ૩૬૦૦૦૫ કોટક મેન્દ્રા બેંકઃ કોટક મેન્દ્રા બેંક, જીવરાજ પાર્ક મેઈન રોડ, તુલસી ઈમ્પ્રિયા, સોપ નં. ૭-૮, રાજકોટ એક્સીસ બેંકઃ એક્સીસ બેંક કાલાવડ રોડ, ૩૬૦૦૦૫ બેંક ઓફ ઇન્ડિયાઃ બેંક ઓફ ઇન્ડિયા રિવેરા કોમ્પ્લેક્ષ, કાલાવડ રોડ, જદુસ ચોક, રાજકોટ ૩૬૦૦૦૫
-બીએસએનએલ ઓફીસઃ બીએસએનએલ ઓફીસ, કાલાવડ રોડ, રાજકોટ ૩૬૦૦૦૫
-ઇન્ડસઇન્ડ બેંકઃ ઈમ્પીરીયલ હાઈટ્સ, દુકાન નં. ૫ અને ૬, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ૩૬૦૦૦૫ પોસ્ટ ઓફીસ સૌરાષ્ટ્ર યુનિવરસિટી, રાજકોટ પોસ્ટ ઓફીસઃ માધાપર પોસ્ટ ઓફીસ રાજકોટ ૩૬૦૦૦૬
પોસ્ટ ઓફીસઃ ઘંટેશ્વર SRP કેમ્પ પોસ્ટઓફીસ રાજકોટ ૩૬૦૦૦૬ કર્ણાટક બેંકઃ નિર્મલા રોડ, તથા પોસ્ટ ઓફીસ : રૈયા રોડ ખાતે પણ આધારે કાર્ડ અંગે કામગીરી ચાલી રહી છે.
(3:33 PM IST)










