News of Thursday, 7th November 2024
દેશી દારૂ અને મારામારીના ગુનામાં
સામેલ બે શખ્સો પાસામાં ધકેલાયા પી.સી.બી. અને ગાંધીગ્રામ પોલીસે વોરંટની બજવણી કરી નિતેશને વડોદરા અને ભરતને અમદાવાદ જેલ હવાલે કર્યા

રાજકોટ તા. ૭: કુવાડવા રોડ અને ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકમાં દેશી દારૂના ત્રણ ગુનામાં સામેલ શખ્સને પીસીબીની ટીમે અને મારામારીના ગુનામાં સામેલ શખ્સને ગાંધીગ્રામ પોલીસે પાસામાં ધકેલી દીધા છે.
મળતી વિગત મુજબ શહેરના કુવાડવા રોડ પોલીસ મથકમાં દેશી દારૂના બે ગુનામાં અને ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકમાં દેશી દારૂના એક ગુનામાં પકડાયેલા નિતેશ ભનુભાઇ સોલંકી (ઉ.વ. ૪પ) (રહે. જાળીયા ગામ ખોરાણા રોડ પર પાણીના ટાંકા પાસે) ને પાસામાં ધકેલવા માટે પી.સી.બી. શાખાના ઇન્ચાર્જ પી.આઇ. એમ. આર. ગોંડલીયા સહિતે દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નરે વોરંટ ઇશ્યુ કરતા નિતેશ ભનુભાઇ સોલંકીની પાસા હેઠળ અટકાયત કરી પીસીબી શાખાના ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયા તથા પીએસઆઇ પી. બી. ગાજીયા, એ.એસ.આઇ. રાજુભાઇ દહેકવાલ, મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, કોન્સ. દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજાએ વોરંટની બજવણી કરી નિતેશને વડોદરા જેલ હવાલે કર્યો હતો.
જયારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં મારામારીના ગુનામાં સામેલ ભરત દેવાભાઇ કુછડીયા (ઉ.વ. ર૮) (રહે. કાલાવડ રોડ મોટા મવા સ્મશાન પાસે શેરી નં. ૧) ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્ચાર્જ પી.આઇ. એમ. આર. ગોંડલીયા સહિતે દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝા એ વોરંટ ઇશ્યુ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. કે. જે. કરપડા, પી.એસ.આઇ. એસ. એલ. ગોહીલ, હેડ કોન્સ. મસરીભાઇ ભેટારીયા, શબ્બીરભાઇ મલેક, ભગીરથસિ.ંહ જાડેજા, હંસરાજભાઇ ઝાપડીયા, હેડ કોન્સ. અમીતભાઇ કોરાટ, કોન્સ. રઘુવીરસિંહ જાડેજા, રોહીતદાનભાઇ ગઢવી, મુકેશભાઇ સભાડ, પ્રદીપભાઇ ડાંગર, અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા, ભરતભાઇ મકવાણા, કોન્સ. મીરાલીબેન કપુરીયા સહિતે વોરંટની બજવણી કરી ભરત દેવાભાઇ કુછડીયાની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલ હવાલે કર્યો હતો.
(3:55 PM IST)










