<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

શહેરમાં થશે મહા ડિમોલેશનઃ ૯પ૦ ધાર્મિક સહિતના દબાણો તોડવા કવાયત

દિવાળી પહેલા ધડાધડ નોટીસ અપાયેલઃ તહેવારો હોય કોઇ પગલા ન લેવાની રજુઆત થતા કાર્યવાહી મોકુફ રહેલ મનપા હવે ૪૮ કલાકનો સમય આપી કામગીરી હાથ ધરશેઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નદી કાંઠા વિસ્‍તાર - જંગલેશ્વરમાં ટુંક સમયમાં ઓપરેશન

રાજકોટ તા. ૭  : શહેરમાં  મુખ્‍ય માર્ગો તથા કાંઠાના નિચાણવાળા વિસ્‍તારોમાં  થઈ ગયેલા ધાર્મિક દબાણો  દૂર કરવા માટે તંત્રને ભારે મહેનત કરવી પડે છે.  ત્‍યારે ટ્રાફિક સમસ્‍યાના હલ માટે અને અકસ્‍માતો ઘટાડવા આ ઙ્કકારના બાંધકામો પણ દૂર કરવા પડશે. તેવી સુચના કોર્ટ દ્વારા આપવામાં આવતા  રાજકોટ મનપા  પણ ધાર્મિક દબાણો સહિતના ૯૫૦થી વધુ દબાણો દૂર કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં મોટા ભાગના દબાણો દૂર કરવા માટે અગાઉ નોટીસ અપાઈ ગયેલ હોય હવે ફક્‍ત ૪૮ કલાકનો દબાણો ખાલી કરવાનો સમય આપી ગમે ત્‍યારે મેગા ડિમોલેશન હાથ ધરાશે તેમ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર બાંધકામોના  લીધે   રસ્‍તાઓ સાંકડા બની જતાં ટ્રાફિક સમસ્‍યાએ પણ માઝા મુકી છે.. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રોડ રસ્‍તા ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાનો આદેશ કર્યો છે. જે અનુ સંધાને કલેક્‍ટર વિભાગ દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે અને  મહાનગરપાલિકાએ પણ નદીકાંઠાના વિસ્‍તારો તેમજ જંગલેヘર સહિતના વિસ્‍તારોમાં થયેલા ધાર્મિક તેમજ અન્‍ય ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ૯૫૦ દબાણ કરનારાઓને નોટીસ આપી ચુકી છે.

જો કે  દિવાળીના તહેવાર દરમિયાન રાજકીય રજૂઆતના પગલે ડિમોલેશનની કામગીરી સ્‍થગિત કરવામાં આવી હતી. અને હવે તહેવારો પુરા થઈ ગયેલ હોય દબાણો હટાવવા માટેની તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે. મનપાના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ નદીકાંઠાના દબાણો દૂર કરવા માટે અગાઉ પણ અનેક વખત નોટીસો આપવામાં આવી છે.  પરંતુ  ત્‍યારબાદ કોઇ નકકર કાર્યવાહી થયેલ નથી. ત્‍યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સરકારી જમીન ઉપરના દબાણો તેમજ મુખ્‍ય માર્ગો ઉપર આવતા ધાર્મિક સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા ટુંક સમયમાં કામગીરી શરૂૂ કરવામાં આવશે. જે અંતર્ગત પ્રથમ જંગલેヘર વિસ્‍તારના રોડ રસ્‍તા ઉપર આવતા વર્ષો જૂના દબાણો તેમજ નદીકાંઠાના દબાણો દૂર કરવા માટે પ્રથમ ૯૫૦ નોટીસ આપવામાં આવી છે.  દબાણ કર્તાઓને જાતે દબાણો દૂર કરવાનો સમય અપાયો છે. છતાં દબાણો દૂર નહીં થાય તો હવે ગમે ત્‍યારે તમામ ગેરકાયદેસર દબાણોનું ડિમોલેશન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથ ખાતે મહા ડિમોલેશન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્‍યું હતું અને હવે ટુંક સમયમાં રાજકોટમાં પણ એક સાથે ૯૫૦થી વધુ દબાણોનું મહા ડિમોલીશન હાથ ધરાશે.

(4:55 PM IST)