<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

કાલે સાધુ વાસવાણી રોડ ખાતે જલારામ જયંતિ ઉજવાશેઃ અન્‍નકોટ - મહાઆરતી - મહાપ્રસાદ

સામૈયા નિકળશે, રકતદાન કેમ્‍પ પણ યોજાશેઃ રઘુકુળ યુવા ગ્રુપ અને જલારામ સેવા સમિતિ દ્વારા આયોજન

રાજકોટ તા. ૭: રઘૂકુળ યુવા ગ્રુપ દ્વારા, ‘અકિલા રઘુવંશી બીટસ ગ્રાઉન્‍ડ', સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસની સામે, રાજકોટ ખાતે પૂજય જલારામબાપાની ૨૨૫ મી જન્‍મજયંતીની ધામધુમથી ઉજવવા થનગનાટ જોવા મળી રહ્યો છે.

આ પ્રસંગમાં મહાઆરતી તેમજ નાતજાતના ભેદભાવ વગર મહાપ્રસાદનું આયોજન કરેલ છે. સ્‍ટેજ ઉપર પૂ. જલારામબાપાની ભવ્‍ય મૂર્તિ બીરાજમાન થશે. ૧૦૮ વાનગીઓ અન્નકૂટ રૂપી જલારામ બાપાને પીરસવામાં આવશે. જલારામ-૩, શેરી નં.૨, કલ્‍પેશભાઈ કોટકના નિવાસ સ્‍થાનેથી સામૈયા નિકળશે.

 ગુંદી, ગાંઠીયા, બટેટાનું શાક, ખીચડી, કઢી, રોટલા, સંભારા, છાશ મીનરલ વોટર સહીતનું મેનું મહાપ્રસાદમાં રાખવામાં આવેલ છે. તમામ મહાપ્રસાદની વસ્‍તુઓ ઈટના ભઠ્ઠાના ચુલ્લામાં દેશી પધ્‍ધતિથી રસોઈ બનાવવામાં આવશે.

સીવીલ હોસ્‍પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે રકતદાન કેમ્‍પનું પણ આયોજન થયું છે.

રઘુકુળ યુવા ગ્રુપ તથા જલારામ સેવા સમિતીના સથવારે સંતો, મહંતો, વડીલો તેમજ સર્વધર્મ, સર્વજ્ઞાતિ, સર્વ સંપ્રદાયના ભાવિક સમુદાયના સથવારે ઉજવણી કરવામાં આવનાર હોય જાહેર આમંત્રણ અપાયું છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મિતેશ રૂપારેલીયા, ચંદુભાઈ રાયચુરા, સાગરભાઈ તન્ના, જયદેવભાઈ રૂપારેલીયા, નૈનેષભાઈ દાવડા, રઘુરાજ રૂપારેલીયા, સાગરભાઈ કકકડ, લાલુભાઈ ઘીયા, રાજેશભાઈ જટણીયા, પારસભાઈ ઉનડકટ, શરદભાઈ પોપટ, સાગરભાઈ તન્ના, નિરવભાઈ પાંઉં, યશભાઈ રાઠોડ, ડો. મીલાપ ઠકકર (સદભાવના હોસ્‍પિટલ), વિવેકભાઈ રૂપારેલીયા, રજનીભાઈ રાયચુરા, રોહીતભાઈ જોબનપુત્રા, ઉમેશભાઈ પુજારા, દિલીપભાઈ સેતા, તારકભાઈ સેતા, દિપકભાઈ રાયચુરા, હર્ષદભાઈ ઠકરાર, પુષ્‍પકભાઈ મજેઠીયા, સુરેશભાઈ કકક્કડ, સુજીતભાઈ ખાલપાડા, મનિષભાઈ ચંદારાણા, પ્રકાશભાઈ ગઢીયા, રાકેશભાઈ મીરાણી, માલવભાઈ વસાણી, નિરવભાઈ રૂપારેલીયા, નિશાદભાઈ સુચક, ધર્મેન્‍દ્રભાઈ કારીયા, કિશનભાઈ પોપટ, ચિંતનભાઈ વિઠ્ઠલાણી, જયભાઈ દેવાણી, પારસભાઈ કુંડલીયા, વિનીતભાઈ સોમૈયા, શુભમભાઈ કતીરા, પાર્થભાઈ સચદે, પ્રિયાંતભાઈ, સંદીપભાઈ ગંદા, સાર્થકભાઈ ગણાત્રા, હાર્દિકભાઈ ચોલેરા, કિશનભાઈ ચોલેરા, તુષારભાઈ વિઠ્ઠલાણી, તુષારભાઈ રૂપારેલીયા, ધવલભાઈ પોપટ, આકાશભાઈ લાખાણી, મિતભાઈ લાખાણી, હિરેનભાઈ અનડકટ, સિધ્‍ધાર્થભાઈ રૂપારેલીયા, હિમાંશુભાઈ વસંત, હિરેનભાઈ પોપટ, નિરવભાઈ કકકડ, પાર્થભાઇ બુધ્‍ધદેવ, રાજુભાઈ નાગરેચા સહીતની ટીમ  સેવામય કાર્ય કરી રહ્યા છે. વિશેષ માહિતી માટે જયદેવભાઈ રૂપારેલીયા (મો.૯૩૨૭૭ ૦૬ ૭૦૭) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:10 PM IST)