<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

કાલે પેન્‍ટાગોન-કોઝી કોર્ટ યાર્ડ રઘુવંશી પરિવાર દ્વારા પૂ. જલારામ જયંતિ મહોત્‍સવઃ ૧૦×૧૦ ફૂટનો રોટલો દર્શનાર્થે મુકાશે

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ પાઠવતા આયોજકો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭: પેન્‍ટાગોન-કોઝી કોર્ટ યાર્ડ રઘુવંશી પરિવાર દ્વારા કાલે તા. ૮ ને શુક્રવારે પૂ. જલારામ બાપાની રરપમી જન્‍મ જયંતિ ભવ્‍યતાથી ઉજવાશે. જેની ‘‘અકિલા'' કાર્યાલય ખાતે ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવી હતી.

આયોજકોએ જણાવ્‍યું હતું કે કાલે તા. ૮ ને શુક્રવારે સાંજે પ થી ૬ શોભાયાત્રા સાંજે ૭ વાગ્‍યે મહાઆરતી, ૭-૩૦ વાગ્‍યે મહાપ્રસાદ ‘‘જલારામધામ'' સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ સામે, હવેલી ચોક પાસે રાજકોટ ખાતે યોજાશે.

આ મહોત્‍સવમાં હાપા પૂ. જલારામ બાપા મંદિરના સહયોગથી ૧૦×૧૦ ફુટનો રોટલો દર્શનાર્થે મુકાશે.

સાતમા વર્ષે આયોજીત કાર્યક્રમને સફળ બનાવવા પ્રફુલભાઇ રાજાણી, સુરેશભાઇ લાખાણી, હેમેન્‍દ્રભાઇ ઠકરાર, મનોજભાઇ ચતવાણી, ધર્મેશભાઇ વસંત, કલ્‍પેશભાઇ પોપટ, રસેશભાઇ કારીઆ, ઉમંગભાઇ કારીઆ સહિતના જહેમત ઉઠાવે છે.

(4:10 PM IST)