News of Thursday, 7th November 2024
રઘુવંશી યુવા ગ્રુપ પુજા પાર્ક દ્વારા કાલે પૂ. જલારામબાપા જન્મ જયંતિ મહોત્સવ ઉજવાશે
સામૈયા, મહાઆરતી, અન્નકૂટ, રાસ-ગરબાની રમઝટ બોલશેઃ સાંજે મહાપ્રસાદ

‘અકિલા' કાર્યાલયે વિગતો વર્ણવતા આયોજકો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૭ :.. રઘુવંશી યુવા ગ્રૂપ પૂજા પાર્ક દ્વારા સતત ૬ વરસ થી જલારામ જયંતિ નું આયોજન કરવા માં આવે છે તેમાં જલારામ બાપા ના સામૈયા,મહાઆરતી,અન્નકૂટ ના દર્શન તેમજ રાસ ગરબાની ની જમાવટ થશે.
દર વર્ષે ની જેમ આ વખતે તારીખઃ૮-૧૧-૨૦૨૪ ને કારતક સુદ સાતમ ને શુક્રવારે જલારામ જયંતિ નું આયોજન સાતમાં વર્ષે કરવામાં આવ્યું છે તેમાં અંબાજી મંદિરેથી સામૈયા : જલારામ ઝુપડી ખાતે મહાઆરતી, અને સાંજે અન્નકોટ - મહાપ્રસાદ યોજાશે. જેની ‘અકિલા' કાર્યાલયે વિગતો આયોજકોએ વર્ણવી હતી.
કોઠારીયા મેઇન રોડ હુડકો પોલીસ ચોકી ની પાછળ, ક્રિષ્ના ચોક નજીક પૂજા પાર્કમાં આવેલ અંબાજી માતાના મંદિરથી પૂજય જલારામ બાપાના સામૈયા સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવશે.
ત્યારબાદ જલારામ ઝુંપડી ખાતે બપોરના ૧૨ કલાકે તમામ જલારામ ભકતો દ્વારા ર્ં મહાઆરતી કરવામાં આવશે . જલારામ ઝુપડી ખાતે સાંજે ૬.૩૦ કલાકે અન્નકુટનું આયોજન કરવામાં આવેલ છે . સાંજે ૭.૧૫ કલાકે રઘુવંશી પરિવારના શ્રેષ્ઠીઓ તથા જલારામબાપાના ભકતો દ્વારા મહાઆરતી થશે . ત્યારબાદ ૭.૩૦ વાગ્યાથી મહાપ્રસાદ શરૂ થશે.તમામ ભકતોને મહાપ્રસાદ લેવા તથા મહાઆરતીમાં સૌને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવેલ છે . આયોજનને સફળ બનાવવા સુનિલભાઇ પોપટ, ગીરીશભાઇ સોઢા, નિખિલ વજાણી, પ્રતિકભાઇ ખખ્ખર, વિમલભાઇ વડેરા, ધર્મેશભાઇ ઉનડકટ, ભાવેશભાઈ સોઢા, નીતેશભાઇ પોપટ, ગીરીશભાઇ રાયઠઠ્ઠા, ધવલભાઇ ગણાત્રા, અતુલભાઇ કોટક, શૈલેષભાઇ ઠકરાર, નયનભાઇ કક્કડ, વિવેકભાઇ અખાણી, રાજેશભાઈ ગંગદેવ, ભાવિનભાઇ પોપટ, પ્રકાશભાઇ ખુવા, કપિલભાઇ કોટક,કિશોરભાઈ ઉનડકટ,પરાગ કોટક, નંદન પોપટ, ધ્રુવ સોઢા, યશ રાયઠઠ્ઠા, જીલ પોપટ, સાહિલ સોઢા, જય રાયઠઠ્ઠા, પાર્થ સોઢા, હિમાંશુ ઉનડકટ, જયોતિબેન પોપટ, કવિતાબેન પોપટ, ચાંદનીબેન ગંગદેવ, વર્ષાબેન સોઢા, પારૂલબેન સોઢા, સરોજબેન વડેરા, કિર્તીબેન રાયઠઠ્ઠા, ડિમ્પલબેન ઉનડકટ, પૂજાબેન ગણાત્રા, હસ્તીબેન વજાણી, ભાવિકાબેન ખખ્ખર, મીનાબેન કોટક, ભાવનાબેન કોટક, જ્યોત્સનાબેન અખાણી, હેતલબેન ઠકરાર,નીમિશાર્બેન કોટક વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(4:54 PM IST)










