<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

વિરાણીના મેદાનમાં બહેનો માટે આરતી સુશોભન સ્‍પર્ધાઃ બાળકો માટે વેશભુષા હરીફાઇ

 

રાજકોટઃ રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા જલારામ જન્‍મ જયંતીની શાનદાર  ઉજવણી અંતર્ગત મહિલા સમિતિ દ્વારા બાળકો માં ધર્મનું જ્ઞાન  મળે તે  માટે પણ બાળકો  માટે  વેશભૂષા હરીફાઇ તેમજ મહિલાઓને પોતાનું હુન્નર બાર નીકળે તે માટે એને મહિલાઓને પ્રોત્‍સાહિત કરવા માટે આરતી  સુશોભન સ્‍પર્ધાનું આયોજન આવતીકાલે સાંજે ૫ વાગ્‍યાથી કરાયું છે.

સ્‍પર્ધામાં ભાગ લેવા માગતા બહેનો તથા બાળકોએ પ્રીતીબેન પાઉ રજીસ્‍ટ્રેશન કરાવી આપશો તેમનો મો. ૯૮૭૯૧ ૯૧૧૧૦  મો. ૭૯૮૪૦ ૪૭૦૨૭ ને નામ નોંધાવી દેવા સ્‍પર્ધાના વિજેતાઓને આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે.

ઇમરજન્‍સીમાં એમ્‍બ્‍યુલન્‍સ અને ફાયર બ્રિગેડ ની પણ વ્‍યવસ્‍થા ગ્રાઉન્‍ડ ઉપર રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું છે. આયોજન સફળ બનાવવા  માટે મનીષા બેન ભગદેવ કાશ્‍મીરાબેન નથવાણી, શિલ્‍પાબેન પૂજારા, રત્‍નાબેન સેજપાલ, પ્રીતીબેન પાઉં, કિરણ બેન કેશરીયા, શોભના બેન બાંટવિયા, જાગૃતિબેન ખીમાણી, નેહાબેન હિંડોચા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:14 PM IST)