<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

જલીયાણ કુટીર ગ્રુપ દ્વારા શહેરમાં જુદા-જુદા ૧૦ સ્‍થળોએ જલાબાપાની કુટીરનું નિર્માણઃ સતત ત્રીજા વર્ષે સેવાયજ્ઞ

રાજકોટ તા. ૭: જલીયાણ કુટીર ગ્રુપ દ્વારા રાજકોટમાં સતત ત્રીજા વર્ષે અનેક સ્‍થળોએ જલારામબાપાની કુટીરનું નિર્માણ કરી પૂ.જલારામબાપાની ૨૨૫ મી જન્‍મ જયંતિની અનોખી ઉજવણી કરાશે.

રાજકોટ શહેરમાં સતત ત્રીજા વર્ષે સંતો, મહંતો, વડીલો તેમજ લાખો ભાવિક સમુદાયના સથવારે એક અનેરી ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં જલીયાણ કુટીર ગ્રુપ દ્વારા શહેરના ૧૦ સ્‍થળોએ જલારામ કુટીરનું નિર્માણ કરી આપવામાં આવ્‍યું હોવાનું જણાવાયું છે.

સમગ્ર આયોજનને વડીલોના માર્ગદર્શન હેઠળ રાજ ભુપતાણી, મેહુલ જસાણી, નિરવ રૂપારેલીયા, સાર્થક ગણાત્રા, ધર્મેન્‍દ્ર કારીયા, સંદીપ ગંદા, કરણ કારીયા, પરેશ દાવડા, પાર્થ સચદે, રાજ પલાણ, યશ કારીયા, કરણ કારીયા, જીગ્નેશ રૂપારેલીયા, હિરેનભાઇ અનડકટ, ધવલ પાંધી, લલીતભાઈ બધ્‍ધદેવ, શુભમ ખંધેડીયા, યશ પોપટ, યજ્ઞેશ પોપટ, સંજયભાઇ જીમુલીયા, કીશન ચોલેરા, શિવમ વસંત, નિસર્ગ વસંત, રાહુલ માધવાણી, ભદ્રેશ વડેરા, પ્રિત ભીમજીયાણી, શ્‍યામ ચતવાણી, પ્રિયાંત પરમાર, રાકેશ ચૌહાણ, જગદીશ સદાદીયા, વિશાલ રવેશીયા, નિખીલ ખાખરીયા, દેવાંશ ગણાત્રા, પલક મોદી ઉપરાંત નામી અનામી કાર્યકર્તા ભાઇઓ તથા બહેનો જહેમત ઉઠાવી રહયા છે.

જલીયાણ ફુટીર ગ્રુપના માર્ગદર્શક તરીકે મિતેશભાઈ રૂપારેલીયા, જયદેવભાઇ રૂપારેલીયા, શીલ્‍પાબેન પુજારા(કોમલ હેન્‍ડીક્રાફ્‌ટ), ભાવિકભાઈ રૂપારેલીયા (યામી મંડપ સપ્‍લાયર્સ), મેહુલભાઈ તન્ના, પારસભાઈ ઉનડકટ,સાગરભાઈ તન્ના,નૈનેશભાઈ દાવડા, રઘુરાજ રૂપારેલીયા, સાગરભાઈ કક્કડ,કેતનભાઈ સુચક, ગોપાલભાઈ અનડક્‍ટ, ભાવેશભાઇ રૂપારેલીયા, હિતેશભાઈ અનડક્‍ટ, જયેશભાઇ કક્ક, દિપભાઈ કોટેચા, રાજુભાઈ કક્કડ, હાર્દિકભાઈ ચોલેરા, શેખરભાઈ સુયક, ઉપેન્‍દ્રભાઈ પોપટ, હિંમાશુભાઈ વસંત વિગેરેનો વિશેષ સહયોગ મળી રહ્યાનું જણાવાયું છે.

આ સેવાકીય કાર્યમાં જોડાવવા તથા આ અંગેની વિશેષ માહિતી માટે રાજ ભુપતાણી (મો.૯૦૩૩ ૯૭૯૧૬૭), સાર્થકભાઈ ગણાત્રા, (મો.૯૦૯૯૯ ૨૯૯૯૪), નિરવ રૂપારેલીયા (મો. ૮૩૨૦૮ ૯૨૬૦૯), મેહુલ જસાણી (મો.૯૯૨૫૧ ૬૪૪૪૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:15 PM IST)