<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

કાલે જલારામ જયંતિ : કાર્યક્રમોને સંગ, ભક્તિનો રંગ, ભકતોમાં ઉમંગ

રામ નામ મે લીન હૈ, દેખત સબમે રામ, તાકે પદ વંદન કરૂ જય જય શ્રી જલારામ... : રાજકોટના વિવિધ વિસ્‍તારોમાં પૂજય બાપાનો ૨૨૫ મો જન્‍મોત્‍સવ ઉજવવા અનેરો થનગનાટ : આરતી-થાળ-મહાપ્રસાદ-શોભાયાત્રા સહીતના આયોજનો

રાજકોટ તા. ૭ : કોઇને ભોજન કરાવો એ ભજન કર્યા બરાબર છે. તેવો સંદેશો આપનાર રામભકત શ્રી જલારામ બાપાની કાલે રરપ મી જન્‍મ જયંતિ હોય રાજકોટ જલારામમય બનવા થનગની રહ્યુ છે. જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન થયુ છે. ઉપરાંત ઠેરઠેર આરતી, પૂજન અને મહાપ્રસાદના કાર્યક્રમો આયોજીત થયા છે. જેની સંકલિત યાદી અહીં પ્રસ્‍તુત છે.

રઘુવંશી યુવક મંડળ મવડી

રઘુવંશી યુવક મંડળ મવડી વિસ્‍તાર દ્વારા કાલે શ્રી જલારામ જયંતિ નિમિતે છપ્‍પનભોગ મહાઆરતી બપોરે ૧૧.૩૦ વાગ્‍યે અને મહાપ્રસાદ બપોરે ૧૨ થી ૨.૩૦ સુધી વાટલીયા પ્રજાપતિની વાડી, મવડી રોડ, ઇન્‍દ્રપ્રસ્‍થ હોલની પાછળ રાખેલ છે. સર્વે જલારામભકતોએ દર્શન મહાઆરતીનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

રેલનગરમાં રકતદાન કેમ્‍પ

રઘુવંશી મિત્ર મંડળ દ્વારા શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના સહયોગથી કાલે તા. ૮ ના શુક્રવારે સાંજે ૬ થી ૧૧  સુધી જલારામ જયંતિ નિમિતે શ્રી જલીયાણ ધામ, સાધુ વાસવાણી કુંજરોડ, સાકાર કોમ્‍પલેક્ષ પાસે, પેટ્રોલ પંપ સામે, રેલનગર ખાતે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરાયુ છે. આ કેમ્‍પમાં રઘુવંશી મિત્ર મંડળ (જલીયાણ સેવા ટ્રસ્‍ટ), શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના વિનય જસાણી, સીવીલ બ્‍લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્‍ટ ડોકટરોની ટીમ સેવા આપશે. વધુને વધુ સંખ્‍યામાં રકતદાન કરવા અનુરોધ કરાયો છે.

ખંધેડીયા પરિવાર

ખંધેડીયા પરિવાર દ્વારા કાલે જલારામ જયંતિ નિમિતે પુનિતનગર, જલારામ કૃપા ખાતે સાંજે ૬ કલાકે અન્નકુટ દર્શન અને સાંજે ૭ કલાકે મહાઆરતી રાખેલ છે.

જે.એમ.સી નગર

રૈયા ચોકડી ૧૫૦ ફૂટ રીંગ રોડ પાસે જે એમ સી નગર મેઇન રોડ ખાતે શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરે રઘુવંશી મિત્ર મંડળ વોર્ડ નંબર એક દ્વારા તારીખ ૮ ના શુક્રવારે પૂજ્‍ય જલારામ બાપાની ૨૨૫ મી જન્‍મ જયંતીની ધર્મ મય ઉજવણી કરાશે. લોહાણા જ્ઞાતિજનો માટે બપોરે ૧૧થી ૨.૩૦ મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

વિવેકાનંદનગર

શ્રી રંગીલા હનુમાન મંદિર, કોઠારીયા મેઈન રોડ, ૧૪ વિવેકાનંદ નગર ખાતે કાલે જલારામ જયંતિ નિમિતે સવારે ૯ કલાકે  આરતી અને ત્‍યારબાદ અન્નકોટ ધરાવવામાં આવશે. ૧૧ વાગ્‍યે પ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે.

(4:16 PM IST)