<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

કાલથી આત્‍મીય યુનિવર્સિટી દ્વારા જીવન વિદ્યા ત્રિ-દિવસીય પરીસંવાદનો શુભારંભ

પરીસંવાદમાં સમાજના ડોકટરો, વકીલો, સમાજસેવકો, એન્‍જીનીયરો, NGO વગેરે કોઇપણ ક્ષેત્રના લોકો જોડાઈ શકે છે

 

રાજકોટ તા.૭: હરીપ્રસાદ સ્‍વામીજી મહારાજની પ્રેરણાથી આત્‍મીયની વિવિધ સંસ્‍થાઓમાં વર્ષ ૨૦૧૪ થી મધ્‍યસ્‍થ દર્શન આધારિત જીવનવિદ્યા પ્રશિક્ષણ આપવામાં આવ્‍યું છે. તેમજ પ્રેમસ્‍વરૂપ સ્‍વામીજી મહારાજના આશયથી શિક્ષણ સમન્‍વયની સાથે સંસ્‍કારનો સમન્‍વય સાધતી આ શિક્ષણ પ્રણાલી સુદ્રઢ બની જે આત્‍મીય યુનિવર્સિટીના અધ્‍યક્ષ પૂ.ત્‍યાગવલ્લભ સ્‍વામીજીની પહેલથી સમયાંતરે અધ્‍યાપકો અને વિદ્યાર્થીઓ માટે માનવ મુલ્‍યો આધારિત શિક્ષણ અંગે ઇન-હાઉસ વર્કશોપ યોજવામાં આવે છે અને વિદ્યાર્થીઓ ‘સહુ સાથે મળીને સુખી થઈએ ની ભાવના સમજતા અને અપનાવતા થયા છે.

આ અંગે ત્‍યાગવલ્લભ સ્‍વામીજીએ જણાવ્‍યું કે ઉચ્‍ચ શિક્ષણની સુલભતા અને વ્‍યાપ વધવાને કારણે તેમજ  કૌશલ્‍ય પ્રાપ્તિની હરીફાઈ, સ્‍વ-કેન્‍દ્રીય વલણ અને ઉપભોક્‍તા વાદના કારણે  વિદ્યાર્થીઓ જીવનનું સત્‍વ ગુમાવી દે છે. તેવા સંજોગોમાં વિદ્યાર્થી સારો તબીબ, એન્‍જીનીયર, ઉદ્યોગપતિ કે કોઇપણ ક્ષેત્રનો સફળ વ્‍યવસાયી બની જાય છે પરંતુ સારો મનુષ્‍ય બનવાનું ચુકી જાય છે.

આથી જીવન વિદ્યા સાથે પ્રશિક્ષકો અને તાલીમાર્થીઓનું દર વર્ષે રાષ્‍ટ્રીય સંમેલન યોજાય છે. આ વર્ષે રાજકોટમાં આત્‍મીય યુનિવર્સિટીના યજમાનપદે યોજાનાર છવ્‍વીસમાં જીવન વિદ્યા સંમેલનનું ટાઈટલ ‘સર્વગામી વ્‍યવસ્‍થાના અર્થમાં માનવીય શિક્ષણ - એક પળથ્‍વી, એક વિચાર, એક ભવિષ્‍ય, એક વિકલ્‍પ એટલે કે ‘એક પળથ્‍વી, એક પરિવાર રાખવામાં આવ્‍યું છે.

કાલથી તા.૦૮/૧૧/૨૦૨૪ થી થતા પરીસંવાદમાં આત્‍મીય યુનિવર્સિટીના અધ્‍યક્ષ ત્‍યાગવલ્લભ સ્‍વામીજી, પ્રો શીલા રામચંદ્રનજી, રજીસ્‍ટ્રાર ડો. દિવ્‍યાંગ વ્‍યાસ , સંશોધન નિયામક ડો. આશિષ કોઠારી, એમ.એન્‍ડ એન. વિરાણી સાયન્‍સ કોલેજના પ્રિન્‍સીપાલ ડો. કાર્તિક લાડવા સહિતના અધિકારીઓ, અધ્‍યાપકો અને વિદ્યાર્થીઓ આ આયોજનને સફળ બનાવવા કાર્યરત છે. આ ત્રિ-દિવસીય પરીસંવાદમાં સમાજના કોઇપણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જોડાઈ શકે છે. વધુ માહિતી માટે સી.વી.એમ.એસ. સેલના જીગર રત્‍નોત્તર, વિજય દંડવાણી, અંકિત કાલરીયા અને વિશાલ છાયાનો સંપર્ક કરવો.

(4:55 PM IST)