News of Thursday, 7th November 2024
વી.એમ.મેહતા આયુર્વેદ કોલેજમાં યોજાઇ યોગાસન સ્પર્ધા

રાજકોટ : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા શ્રી વી.એમ.મેહતા ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદના યજમાનપદે તાજેતરમાં ઇન્ટર કોલેજ યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સાથે સંકળાયેલ ૧૪ જેટલી કોલેજોના વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. ભાનુ મહેતા અને ચેરમેન ઓફ BOS - યોગ એન્ડ નેચરોપથીના ડો. મનીષ અરોરાને આમંત્રિત થયા હતા. આ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે એન.કે. જાડેજા સર, પીયૂષ જાડેજા સર, ગોરલબેન પટેલ અને મિતાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમગ્ર સ્પર્ધાનું ર્માકિંગ તેમજ નિયમોનું ધ્યાન રાખેલ હતું. આ કાર્યક્રમના સફળ આયોજન માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્પોર્ટ્સ એન્ડ સ્ટુડન્ટ વેલફેરના પ્રમુખ એચ.પી. ઝાલાની અધ્યક્ષતા હેઠળ તેમજ શ્રી વી.એમ મેહતા ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદના ટ્રસ્ટી શ્રી જય મેહતા તેમજ પ્રિન્સિપાલ ડો. ગીરીરાજસિંહ ગોહિલ ના માર્ગદર્શન મુજબ બોર્ડ ઓફ સ્પોર્ટ્સના ટીમ મેનેજર ડો. રવિ ઠેસીયા, સ્વસ્થવળત વિભાગના વિભાગાધ્યક્ષ ડો. વિદ્યાધર, અગદતંત્ર વિભાગના વિભાગાધ્યક્ષ ડો. ઉમેશ પંડ્યા તેમજ આયુર્વેદ હોસ્પિટલના આર.એમ.ઓ ડો. મંથન ઠુંમર અને અન્ય કમિટીઓ, પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો
(4:35 PM IST)










