News of Thursday, 7th November 2024
વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ
શ્રી સ્વામિનારાયણ મંદીર વડતાલ ધામ દ્વારા ભવ્ય આયોજનઃ શ્રીજી પ્રસાદી મહાત્મય કથા, શ્રીમદ સત્સંગી જીવન કથા યોજાશે : પૂ. રાકેશપ્રકાશ મહારાજની અધ્યક્ષતામાં પૂજન અર્ચન : ભવ્ય પોથી યાત્રામાં સંતો અને હરિભકતો મોટી સંખ્યામાં જોડાશેઃ દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

રાજકોટ, તા.,૭ : શ્રી વડતાલધામ સ્વામીનારાયણ મંદિર તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા સંવત્ - ૨૦૮૧ના કારતક સુદ - ૬ થી કારતક સુદ-૧૫ ને તા. ૭ નવેમ્બર - ૨૦૨૪ ગુરૂવાર થી તા. ૧૫ નવેમ્બર - ૨૦૨૪ શુક્રવાર સુધી વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે.
દિવ્યાતીત મહોત્સવને રંગ આપવા સંપ્રદાયના ખૂબ જ વિદ્વાન અને હરિભક્તોને કથા-વાર્તા-કિર્તનના રંગે રંગાવ્યા છે એવા સંપ્રદાયના બે બે મૂળઘન્ય મ સંતો કથાનો લાભ આપશે જેમા આદિવ્ય ભવ્ય પ્રસંગે આર્ષદ્રષ્ટા શ્રી શતાનંદ મુનિ વિરચિત શ્રીમદ્ સત્સંગિજીવન અંતર્ગત ‘વડતાલધામ માહાત્મ્યની કથા' ઘરસભાના પ્રણેતા, હજારો યુવાનોને સંપ્રદાય પ્રતી સમર્પીત બનાવનાર ૫.પૂ. સદગુરૂ નિત્યસ્વરૂપદાસજી સ્વામી તથા ‘શ્રીજી પ્રસાદી માહાત્યની કથા' એ.આઈ. ના સંસોધન પહેલા ૩ડી એનીમેશન પર શ્રીજી મહારાજે કરેલી લીલાઓ હરીભક્તો સુધી પહોંચાડનાર પ્રભુપ્રેમી પ.પૂ. સદગુરૂ જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળ) વ્યાસાસને બિરાજી કથામળતનું રસપાન કરાવશે તદઉપરાંત અનેક વિદ્વાન સંતો દ્વારા વ્યાખ્યાનમાળા તેમજ આશીર્વચન મળશે.
આવી પ્રસાદીભૂત જગ્યાં જ્યાં ‘શ્રીજી મહારાજની લિલાઓનો કોઈ પાર નથી', જ્યાંની રજ રજ ‘સ્વામીનારાયણ' નામથી ગુંજે છે એવા વૈકુંઠ સમા પવિત્ર સ્થળ ઉપર અલૌકીક અક્ષરભૂવન આશ્રે ૨૦૦ કરોડથી વધુ માતબર રકમાના ખર્ચે બની રહ્યું છે. ત્યારે સભામંડપ સામે લોકોની જાણકારી માટે ૧૫ ફૂટ લંબાઈ ૨૦ ફૂટ પહોળાઇનુ અક્ષરભૂવન મોડલ મૂકવામા આવ્યુ છે. સભામંડપની વાત કરીએ તો ૩૦ હજાર સ્કવેર ફૂટનુ સ્ટેજ બનાવવામાં આવ્યુ છે જેમા સંપ્રદાયના સંતો બિરાજીત થશે તેમજ ૨ લાખ ૧૦ હજાર સ્કવેર ફૂટમા ૫૦૦૦૦ શ્રોતાઓ એક સાથે બેસી સત્સંગમાં તલીન થઇ શાંતીથી કથાનુ રસપાન કરી શકશે.
દરરોજ રાત્રે વિભિન્ન સાંસકળતીક કાર્યક્રમની ઝાંખી કરાવવામા આવશે જે મનોરંજન થી ભરપુર રહેશે. તા.૭/૧૧/૨૦૨૪, ગુરૂવાર- સહજ આનંદ (હિતેશ અંટાળા, સુખદેવ ધામેલીયા, અંકિત વાઘાણી) તા.૮/૧૧/૨૦૨૪, શુક્રવાર- સાંસ્કળતિક કાર્યક્રમ (મેમનગર ગુરૂકુલ / સલવાવ - વાપી ગુરુકુલ)
તા.૯/૧૧/૨૦૨૪, શનિવાર-લાઈવ મ્યુઝીક કોન્સર્ટ, (શ્રી હસમુખભાઈ પાટડીયા, શ્રી અભેસિંહજી રાઠોડ, શ્રી હેમંતભાઈ જોષી વગેરે) તા.૧૦/૧૧/૨૦૨૪, રવિવાર- મહીલા મંચ પૂ.ગાદીવાળા તથા સાંખ્યયોગી બહેનો તા.૧૧/૧૧/૨૦૨૪, સોમવાર- લાઈવ મ્યુઝીક કોન્સર્ટ (સુપ્રસિધ્ધ કલાકાર શ્રી રાજેન્દ્ર પાલા- મુંબઈ)
તા.૧૨/૧૧/૨૦૨૪, મંગળવાર- જેમા સંપ્રદાયના ૧૦૮ સંગીતજ્ઞ દ્વારા ‘સમુહ કિર્તન' તેમજ ‘સંગિત સંધ્યા' નુ આયોજન કરવામા આવ્યુ છે, જેમા સંપ્રદાયના વિવિધ કિર્તનોનેં આવરી એક અનોખી સાંજ હરિભક્તોને આપવાનો પ્રયાસ થશે, પંચાળામા સ્વયં શ્રીજી મહારાજ સંતો સાથે ‘રાસોત્સવ' કર્યો હતો ત્યારે ૧૦૦૮ સંતો એક સાથે એક તાલે રાસ રમી ભવ્યતા ઉમેરશે, સાથે વિદ્યાર્થીઓ અને રૂષીકુમારો દ્વારા નળત્ય નાટીકા કરવામા આવશે તા.૧૩/૧૧/૨૦૨૪, બુધવાર- સંસ્કળત પાઠશાળા વડતાલના સંતો ઋષિકુમારો - વડતાલ મંદિર નળત્ય નાટિકા - રાજકોટ ગુરુકુલ તા.૧૪/૧૧/૨૦૨૪, ગુરૂવાર- સાંસ્કળતિક કાર્યક્રમ વડતાલ, કલાકુંજ, હરિનગર વગેરે મંદિરો દ્વારાં આવી અનેકો સુવિધાઓથી સજ્જ મહોત્સવમા કથાનો સમય દરરોજ સવારે ૮.૩૦ થી બપોરે ૧૨ અને બપોરે ૩.૩૦ થી સાંજે ૭:૩૦ વાગ્યા સુધીનો રહેશે. તા. ૧૫ બપોરે ૧૨ વાગ્યે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. સમગ્ર મહોત્સવનું વડતાલ, સદવિધ્યા, આસ્થા, લક્ષ્ય, આસ્થા ગુજરાતી ચેનલ ઉપરથી જીવંત પ્રસારણ થશે. સમગ્ર મહોત્સવનો લાભ લેવા માટે હરિભક્તોને શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામના સંતોએ હૈયાના હેતથી નિમંત્રણ પાઠવેલ છે. વધુ માહિતી માટે ફોન નં. ૦૨૬૮-૨૫૮૯૨૨૮ અથવા મો. ૯૯૨૫૨૦૫૬૧૧ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે. ડો. સંતવલ્લભદાસજી સ્વામી મુખ્યકોઠારી, વડતાલ ટેમ્પલ બોર્ડ વતી શ્રી ચેતનભાઇ રામાણી (અગ્રણી, ગુજરાત પ્રદેશ ભાજપ) એ જણાવ્યુ છે.
(4:40 PM IST)










