News of Thursday, 7th November 2024
અગ્નિકાંડ કેસ ઓપન કરાયોઃ સરકાર પક્ષે પ૦૦૦ પાનાના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજુ કરાયા
દરેક આરોપીઓને દસ્તાવેજો સ્કેન કરી ડીવીડીમાં નકલો પુરી પડાઇઃ કેટલાક આરોપીઓ હજુ વકીલો રોકવા ફાંફા મારે છે ત્યાં પ્રોસીકયુશને કેસ ઓપન કરતાં હવે કેસ ઝડપી ચાલશેઃ તા.૧૪ સુધીમાં વકીલો રોકી આરોપીઓને ચાર્જ બાબતે રજુઆત કરવા કોર્ટની ટકોરઃ ઓ.પી.પી. તુષાર સોરાણી દ્વારા પુરાવા રજુ કરાયા

રાજકોટ તા.૭ : રાજકોટમાં છ માસ પહેલા એક સાથે ૨૭ જેટલા માનવીઓ વિનાશક આગમાં જીવતા ભડથું થવાના આખા ગુજરાતને હચમચાવી દેનારા ટીઆરપી ગેમ ઝોન અગ્નિ કાંડમાં અગાઉ ૧૫ આરોપીઓ સામે ચાર્જશીટ તેમજ ચાર્જ ફ્રેમ થયાને પગલે રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલી રહેલ કેસમાં કુલ-૪૬૭ દસ્તાવેજો જેમા પાંચ હજાર પેઈજનો દસ્તાવેજી પુરાવો કાયદાકી જોગવાઈ મુજબ સરકાર તરફેથી આજરોજ એડિશનલ સેશન્સ જજ ડી.એસ.સીંઘની કોર્ટમાં અદાલતની મુદતમા રજુ કરી પ્રોસિકયુશને પોતાનો કેસ તમામ આરોપીઓ વિરૂધ્ધ ખુલ્લો મુકવામાં આવ્યો છે.
કેસની હકીકત મુજબ, રાજકોટના કાલાવડ રોડ નાના મવા વિસ્તારમાં મોકાજી સર્કલ પાસેના ટી.આર.પી. ગેમ ઝોનની અતિ વિનાશક કરુણાંતિકામાં (૧) આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોરાઇટર ધવલ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો (૨) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (૩) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા (૪) પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ (૫) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (૬) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમાં ખુલવા પામે તે તમામ સામે ૫૦ મીટર પહોળું અને ૬૦ મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલું ઉચું લોખંડ તથા પતરાનું ફેબ્રિકેશનનું માળખું ઉભું કરી ગેમ ઝોન બનાવી તેમાં આગ લાગવાની ઘટના બને તો પહોચી વળી આગ રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયરના સાધનો રાખ્યા વગર કે અગ્નિશમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી તેમાં આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવ મળત્યુ થવાની સતપ્રતિસત સંભાવના હોવાની જાણકારી હોવા છતા ગેમ ઝોન ચાલુ રાખી ૨૭ માનવોના મળત્યુ નીપજાવી મહાવ્યથાઓ સાથે આ ગેમ ઝોનમાંથી નાશી ભાગી નીકળેલ ન હોય તો તેઓના પણ મળત્યુ સંભવ હતા, તેવા જોખમમાં નાખી ગુનો કર્યા અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરીયાદ આપી હતી.
જે સંદર્ભે ટી.આર.પી. અગ્નીકાંડ કેસમાં એસઆઇટીની તપાસના આધારે વિવિધ તંત્રના અધિકારીઓ, સંચાલકો વગેરે ૧૫ આરોપીઓ સામે સેશન્સ અદાલતમાં કેસ કમિટ થયા બાદની આજરોજ ૭મી મુદત હોય, જેમાં સરકાર પક્ષેના સ્પે. પી.પી., એડી. સ્પે. પી.પી. તથા ભોગ બનનારના એડવોકેટો દ્વારા રાજકોટ એડિશનલ સેશન્સ જજ ડી. એસ. સીંઘની કોર્ટમા ખુલતી અદાલતે હાજર રહેલ અને ૪૬૭ દસ્તાવેજો સ્વરૂપી પુરાવો રજુ કરેલ, જે દસ્તાવેજોમાં એફ.આઈ.આર., પી.એમ.રીપોર્ટ, પંચનામાઓ, એફ.એસ.એલ. રીપોર્ટ, બેંકોના સ્ટેટમેન્ટ, ઓડીટ રીપોર્ટ, હસ્તાક્ષર નિષ્ણાંતના અભિઙ્ઘાયો, કોર્પોરેશનની ફાઈલો, પી.જી.વી.સી.એલ.ની ફાઈલો, ફાયર વિભાગની ફાઈલો, મોબાઈલ કોલ ડીટેઈલો, ઈજા પામનારાઓના મેડીકલ સર્ટીફીકેટો વિગેરે દસ્તાવેજી પુરાવો નામદાર અદાલતમા રજુ કરવામાં આવેલ છે, જે દસ્તાવેજી પુરાવાની નકલો કાયદાકીય જોગવાઇ મુજબ આરોપીઓને આપવાની થતી હોય જે દસ્તાવેજી પુરાવાની નકલો ડી.વી.ડી. સ્વરૂપે આરોપીઓને પુરી પાડવામાં આવેલ છે. ઉપરોકત કામમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા તથા ભોગ બનનાર ઙ્કદિપસિંહ ચૌહાણ પરીવાર તરફે રાજકોટ બાર એશોશીયેશન વતી ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, અન્ય એક ભોગ બનનાર વતી એન.આર.જાડેજા વગેરેએ હાજર રહી કાર્યવાહી કરી હતી.
(4:48 PM IST)










