News of Friday, 8th November 2024
રાજકોટના શ્રી જલારામ મંદિરે દર્શનાર્થીઓ ઉમટયા
વિશેષ આરતી-પૂજન-સુશોભન સાથે જલારામ જન્મોત્સવની ભાવસભર ઉજવણી

રાજકોટ : આજે પૂ. જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતિની ચોમેર ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજકોટમાં ભીલવાસ ચોક ખાતે આવેલ શ્રી જલારામ પ્રાર્થના મંદિરે વિશેષ આરતી પૂજન સાથે ભાવસભર ઉજવણી કરવામાં આવી રહી છે. મંદીરમાં અનેરૂ સુશોભન કરાયુ છે. વહેલી સવારથી ભાવિકો બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લઇ રહ્યા છે. જેની પ્રતિતિ કરાવતી તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(12:02 PM IST)










