News of Friday, 8th November 2024
રૈયાધામ જે.કે.પાર્ક ચોક પાસે જૂની ફરિયાદનો ખાર રાખી મહિલાના ઘરમાં બે શખ્સોની તોડફોડઃ ધમકી
તમને બધાને અહી રહેવા નહી દવ મકાન ખાલી કરી જતા રહો નહીતર જાથી મારી નાખીશ ધમકી આપીઃ રંભાબેન અધારીયાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૮: રૈયા ગામ જે.કે. પાર્ક ચોક પાસે જૂની ફરિયાદનો ખાર રાખી બે શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસી પથ્થરના ઘા કરી તોડ ફોડ કર્યા બાદ ધમકી આપતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રૈયા ગામ જે.કે. પાર્ક ચોક પાસે. રહેતા રંભાબેન ભીખાભાઇ અધારીયા (ઉ.વ. ૫૨) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં રૈયા ગામમાં રહેતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૩ ના રોજ પોતે પરિવાર સાથે ઘરે હતા ત્યારે પાડોશી નસીમબેન પોતાના ઘરે આવીને કહેલ કે તમારા સગાને તમારા ઘરે બેસાડો અમારા ઘરની બહાર બેસીને ગેરવર્તન કરે છે. કહેતા પોતે ઘરની બહાર નિકળી જોતા ગામમાં રહેતા બે શખ્સો પોતાની પાસે આવી ઉશ્કેરાઇ જઇ ગાળો આપી જોરજોરથી બોલવા લાગ્યા હતા અને અગાઉ પોતાના દીકરા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઇ હોઇ તે બાબત નો ખાર રાખી આ બંને શખ્સો ઘરમાં ઘુસી હું તમને બધાને અહી રહેવા નહી દવ અને તમારા મકાનની બાજુનું મકાન છે તે મકાન પણ મારૂ છે. તે ખાલી કરીને જતા રહો અને અહી રહેશોતો તમને બધાને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી લોખંડના સળીયા વડે તોડફોડ કરી ઘરમાં પડેલ ટીવી,ફ્રીજ, બે તેલના ડબ્બા ઢોળી નાખ્યા હતા.
બાદ પોતે પતિ સાથે પોલીસ સ્ટેશને આવી બંને વિરૂધ્ધ અરજી કરી હતી બાદ રાત્રે પોતે તથા પતિ બંને ઘરમાં હતા. ત્યારે આ બંને શખ્સો પથ્થર લઇને ફરીવાર ઘરમાં ઘુસી પતિને કહેલ કે આજે તમને જીવતા રહેવા દેવા નથી કહી પોતાને તથા પતિને ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો બોલવતા બંને શખ્સો ભાગી ગયા હતા. આ બનાવ અંગે પોતે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
(2:42 PM IST)










