<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

સુરતથી રાજકોટ ભાણેજને ત્‍યાં દિવાળી કરવા આવેલા ફાતેમાબેનનું હૃદય બેસી જતાં મૃત્‍યુ

ભોમેશ્વર પ્‍લોટમાં બનાવઃ બેભાન થઇ ગયા બાદ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૮: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની ઘટના યથાવત રહી છે. સુરતથી રાજકોટ રહેતાં ભાણેજના ઘરે દિવાળીના તહેવાર નિમીતે આવેલા વૃધ્‍ધાનું હૃદયરોગના હુમલાથી મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ સુરત રહેતાં ફાતેમાબેન તાહેરઅલી ભારમલ (ઉ.વ.૬૧) સાંજે ભોમેશ્વર પ્‍લોટ-૮માં પોતાના ભાણેજ હુશેનભાઇ નુરૂદ્દીનભાઇ દારૂગરના ઘરે હતાં ત્‍યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં. હાર્ટએટેક આવી ગયાનું સ્‍વજનોએ કહ્યું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, કાનભાઇએ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનારને સંતાનમાં બે પુત્રો છે. તેઓ સુરતથી રાજકોટ ભાણેજના ઘરે દિવાળીના તહેવાર નિમીતે આવ્‍યા હતાં અને આવતીકાલે નવમીએ સગામાં લગ્નપ્રસંગ હોઇ તેમાં પણ સામેલ થવાના હતાં. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(2:43 PM IST)