<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

દેશી દારૂ અને જુગારના દરોડામાં ૧૧ ઝડપાયા

પીસીબીના ઇન્‍ચાર્જ પી.આઇ. એમ. આર. ગોંડલીયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ. પી. બી. ગાજીયા તથા ટીમની કામગીરીઃ રોકડ સહિત રૂા. ૬૩ હજારની માલમત્તા કબજે

રાજકોટ તા. ૮: શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં પી.સી.બી.ની ટીમે બાતમીના આધારે દરોડા પાડી દેશી દારૂ અને જુગાર રમતા ૧૧ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં દારૂ અને જુગારની ચાલતી પ્રવૃતિને નાબુદ કરવા માટે પોલીસ કમિશ્‍નર શ્રી બ્રજેશ ઝાની સૂચનાથી પીસીબીના ઇન્‍ચાર્જ પી.આઇ. એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી. બી. ગાજીયા સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે બાતમી મળતા કોઠારિયા રોડ જયનગર મફતીયાપરામાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા જયનગર મફતીયાપરાના સાગર દિપકભાઇ કાલીયા, રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટીના ધર્મેન્‍દ્રસિંહ લાલુભા સરવૈયા, રજનીકાંત મનોજભાઇ સીમેજીયા, આશાપુરાનગરના પ્રકાશ રમેશભાઇ અજાગીયા, રણુજાનગરના નીતીન હીંમતભાઇ ગોહેલ, સુખરામનગરના અર્જુનસિંહ ઝાલા, કોઠારિયા ગામ મંગલ પાર્કના હીરેન ગોપાલભાઇ તાડા, ગોપાલ હેરીટેજ રેસીડેન્‍સીના નરેન્‍દ્ર જીવરાજભાઇ વઘાસીયાને પકડી લઇ રૂા. ૩૯૧૦૦ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી.

જયારે અન્‍ય દરોડામાં માંડા ડુંગર પીઠડઆઇ સોસાયટીમાં રૂા. ૧૮ હજારના દેશી દારૂ સાથે સંજય કરમશીભાઇ ડાભી, રૂખડીયાપરામાં રૂા. ૧૬૦૦નો દેશીફ દારૂ સાથે મનીષાબા ભરતસિંહ સીસોદીયા અને ૮૦ ફૂટ રોડ વિવેકાનંદનગરમાંથી જુગાર રમતા અનીશ યુનુસભાઇ છાંટબારને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.એસ.આઇ. પી. બી. ત્રાજીયા તથા એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડ કોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગૌસ્‍વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, કોન્‍સ. મનીષાબેન યાદવ દ્વારા કરવામાં આવી હતી.

(2:44 PM IST)