<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

છેલ્લા થોડા વર્ષોમાં કેટલાક લોનીઓ દ્વારા નાગરીક બેન્‍કના મારા સહિત ૪ પૂર્વ ચેરમેનો જયોતિન્‍દ્ર મામા, નલીનભાઈ વસા, શૈલેષભાઈ ઠાકર વિ. પણ ફરીયાદો થઈ છે : કલ્‍પક મણીયાર

જે બેનામી લોનની વાત કરવામાં આવે છે તે નામી વ્‍યક્‍તિ છે અને તેનું નામ છે વર્ધમાન કમ્‍પ્‍યુટર વાળા જીતુભાઈ મેસવાણીયાઃ જિતુભાઈએ મને લોન નથી આપી પરંતુ એક અઠવાડિયા પહેલાં મે તેમને હાથ ઉછીના ચેકથી આપેલ નાણાં તેમણે મને લોન લઈ પરત આપ્‍યા છેઃ હુ તો લોન આપનાર છું લેનાર નથી અને તેથી બેનામી લોન લેવાનો પણ પ્રશ્ન નથીઃ કલ્‍પક મણીયાર

જે લોનની વાત થઈ રહી છે તે નલીનભાઈ વસા ચેરમેન હતા તેમના કાર્યકાળ દરમિયાન ૨૦૧૬માં આપવામાં આવી છે : સમગ્ર લોન પ્રોસેસ માં, કે લોન કમિટીમાં, કે લોન મંજૂરીમાં કલ્‍પક મણીયારનો કોઈ જ રોલ નથી

નાગરીક બેન્‍કના પૂર્વ ચેરમેન શ્રી કલ્‍પક મણીયારે જણાવ્‍યુ છે કે મારી અગાઉ ની વિડિયોમાં મે કયારેય પણ કોઈ પર વ્‍યક્‍તિગત આક્ષેપ નથી કર્યા.

પરંતુ આપ જોઈ શકો છો કે મારી સામે અનામી વ્‍યક્‍તિ દ્વારા ખોટા વ્‍યક્‍તિગત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. શું છે આક્ષેપો?  ૧. મેં બેનામી લોન લીધી ૨. ક્રિષ્‍નાઇ હોસ્‍પિટલની લોન મંજૂર કરવા મેં લાંચ લીધી.

આમ છતાં એક જવાબદાર બોર્ડ મેમ્‍બર તરીકે મારે સ્‍પષ્ટતા કરવી જરૂરી છે.

સૌ પ્રથમ તો મેં બેનામી લોન લીધાની વાત કરવામાં આવી છે તે તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલ છે જે અંગેની સાચી માહિતી નીચે મુજબ છે :

૧. જે લોનની વાત છે તેની રકમ છે ૨૫ લાખ.

૨. શું મારે ૨૫ લાખ ની લોન બેનામી લેવી પડે?

૩. જે બેનામી લોનની વાત કરવામાં આવે છે તે નામી વ્‍યક્‍તિ છે અને તેનું નામ છે વર્ધમાન કમ્‍પ્‍યુટર વાળા જીતુભાઈ મેસવાણીયા.

૪. જિતુભાઈએ મને લોન નથી આપી પરંતુ એક

અઠવાડિયા પહેલાં મે તેમને હાથ ઉછીના ચેકથી આપેલ નાણાં તેમણે મને લોન લઈ પરત આપ્‍યા છે.

૫. હુ તો લોન આપનાર છું લેનાર નથી અને તેથી બેનામી લોન લેવાનો પણ પ્રશ્ન નથી.

બીજું, મારી સામે બેંક ની જે લોન માં લાંચ લીધાની વાત કરવામાં આવી છે તે તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલ છે જે અંગેની સાચી માહિતી નીચે મુજબ છે.

વિશેષમાં શ્રી મણીયાર કહે છે કે.... (૧). જે લોન ની વાત થઈ રહી છે તે શ્રી નલીનભાઈ વસા ચેરમેન હતા તેમના કાર્ય કાળ દરમિયાન ૨૦૧૬ માં આપવામાં આવી છે.

(૨). સમગ્ર લોન પ્રોસેસ માં, કે લોન કમિટી માં, કે લોન મંજૂરીમાં મારો કોઈ જ રોલ નથી.

(૩). આ જે લોન આપવામાં આવી તે ફ્રોડ ડોક્‍ટર છે.

(૪). બેંક સાથે થયેલ ફ્રોડ બાબતે બૅન્‍કે પોલીસ ફરિયાદ કરેલ છે. આજ સુધીમાં બૅન્‍કે ૩-૪ લોન લેનારને જ વિલફુલ ડિફોલ્‍ટર કહ્યા છે તે પૈકીનો એક છે એટલેકે રીઢો ગુનેગાર છે.

(૫). અને જ્‍યારે આવા ફ્રોડ લોની સક્ષમ હોય છે ત્‍યારે તે કોઈ પણ અનાપ શનાપ કારણ શોધી બઁકના ચેરમેન કે ડાઇરેક્‍ટરને કેસમાં ઘસેડવાની કોશીશ કરતાં હોય છે જેથી બૅન્‍ક દબાણ વશ પોલીસ કેસમાં તથા બઁકને ભરવાની રકમમાં ફાયદો લઈ શકે. આ કિસ્‍સામાં પણ મને ઘસેડવાની કોશિશ થઈ છે.

(૬). છેલ્લા થોડા વર્ષોમાં આવા લોનીઓ દ્વારા આપણી બેંકના મારા સહિત ૪ પૂર્વ ચેરમેનો  જેમકે જ્‍યોતિનમામા, નલીનભાઈ વસા, શૈલેશભાઈ ઠાકર વી. પર પણ ફરિયાદો થઈ છે. જેના કોઈ પણ કેસ માં કોઈ પૂર્વ ચેરમેન ની સંડોવણી છે તેવું હું જરા પણ કહેતો નથી.

(૭). મે ઉપર કહ્યું તેમ અલગ અલગ પૂર્વ ચેરમેનો સામે ફરિયાદ થઈ છે તેમાં છેલ્લે પાટણ ના કેસમાં જે સમાધાન કરી ન શકાય તેવી બૅન્‍કે છાપા માં છપાવેલ જાહેરાત થી  વિપરીત બૅન્‍ક પાસે ગીરો પડેલ મિલકત માંથી વસૂલી થઈ શકે તેમ હોવા છતાં લોન લેનાર સાથે સમાધાન કરી બેન્‍કે ખૂબ મોટી રકમ જતી કરી મિલકતો છોડી દીધેલ છે. તથા અન્‍ય એક કેસ માં તપાસ ધીમી કેમ ચાલે અને ફરિયાદી સાથે કેમ સેટલ્‍મેન્‍ટ કરવું તેના પ્રયત્‍નો થઈ રહ્યા છે.

(૮). પરંતુ માત્ર મે લોની સામે જૂકવાનું મુનાસિબ ન માની અને પોલીસ કેસ નો સામનો કરવાનું વલણ રાખેલ છે, તેને ખોટી રીતે બતાવવામાં આવી રહ્યું છે.

હવે વિચારવાનું  એ હોય કે અત્‍યારે જ્‍યારે બૅન્‍કની કાલબાદેવી અને જુનાગઢ બ્રાન્‍ચના કૌભાંડો જાહેરમાં આવી ગયા છે ત્‍યારે તેમાં જે લોકો સંડોવાયેલા હોય તે લોકોજ આવા ખોટા આક્ષેપો કરે અને બેંકને પોલીસ કેસ કરતા રોકતા હોય તે સ્‍વાભાવિક રીતે માની શકાય. 

મેં આવા અનામા મેસેજ માં આપણાં સૌના વંદનીય અરવિંદભાઇનું નામ ઢસડનાર અને તેને વાયરલ કરવાનો પ્રયત્‍ન કરનારને ૫૦૦ કરોડની બદનક્ષીની નોટિસ પણ આપી દીધી છે. તેમ પણ શ્રી કલ્‍પક મણીયાર જણાવે છે.

(3:22 PM IST)