News of Friday, 8th November 2024
બેંકો-મામલતદાર કચેરી-કલેકટર કચેરીએ આધાર કામગીરી શરૂ કરો : કોંગ્રેસ મેદાને
આધારકાર્ડના લાભાર્થીની વ્હારે વિપક્ષ : સસ્પેન્ડ થયેલ ૧૯ ઓપરેટરોની જગ્યાએ તાકિદે નવી ભરતી કરવા સહિતના મુદ્દે કલેકટરને રજૂઆત

રાજકોટ, તા. ૮ : મહાનગરપાલિકા અને કલેકટર કચેરીના ઓપરેટરોને સસ્પેન્ડ કરાતા રોજબરોજ થતી અંધાધુંધી ના પગલે આધારકાર્ડ કઢાવવા માટે લોકોને પડતી હાલાકી નું તાત્કાલિક નિરાકરણ લાવવા શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે શહેર કોંગ્રેસે પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં આધાર કેન્દ્ર લોકોનું પીડા નું કેન્દ્ર અને નિરાધાર કેન્દ્ર બન્યું છે. આધાર કાર્ડ કેન્દ્ર વારંવાર વિવાદનું કેન્દ્ર બન્યું છે અને લોકોને પીડા આપતું નિરાધાર કેન્દ્ર બન્યું છે. કારણ કે મહાનગરપાલિકાના ૧૮ ઓપરેટરો અને જૂની કલેકટર કચેરીઓમાં ના તાલુકા મામલતદાર કચેરીમાં ઓપરેટરોને સસ્પેન્ડ કર્યા હતા અને રાજકોટની વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન કચેરીમાં આધારકાર્ડ અંગેની કામગીરી બંધ કરાતા સેન્ટ્રલ ઝોન કચેરીમાં અપૂરતો સ્ટાફને બદલે રોજબરોજ ભારે અંધાધુંધી અને અરાજકતા સર્જાય છે. દિવાળી પહેલા ઓપરેટરોને સસ્પેન્ડ કરાયા બાદ નવી નિમણૂક અંગે કે સસ્પેન્ડ કરાયેલા ઓપરેટરો અંગે કોઈ ત્વરિત નિર્ણય નહીં લેવાતા મહાનગરપાલિકાની ઓપરેટરોને ચાલુ રાખવાની રજૂઆત હાલ માન્ય રાખવામાં આવી નથી જે પગલે લોકોને ચાર ચાર દિવસે પણ આધાર કાર્ડ અંગેની કામગીરી પૂર્ણ થતી નથી કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે.
વધુમાં પક્ષમાં જણાવ્યું હતું કે શહેરમાં બેંક, મનપા, પોસ્ટ ઓફિસ સહિત કુલ ૨૫ જગ્યાએ કામગીરી ચાલુ છે પરંતુ રાજકોટ શહેર/જિલ્લાની વસ્તીને જોતા આ ૨૫ આધાર કેન્દ્રો અપૂરતા છે જે પગલે લોકોને હાલાકી ભોગવવી પડતી હોય તો અમારી માંગ છે કે રાજકોટની તમામ રાષ્ટ્રીયકળત બેંકો, તમામ વોર્ડ ઓફિસો, મામલતદાર કચેરીઓ, જિલ્લા કલેકટર કચેરી, તમામ આરોગ્ય કેન્દ્ર સરકારી કચેરીઓમાં આધાર કેન્દ્રો શરૂ કરવા જોઈએ જેથી લોકોને પોતાના ઘર પાસે જ બેન્ક કે વોર્ડ ઓફિસે સવલતો મળી રહે અને હાલાકી ભોગવવી ન પડે. જૂના ઓપરેટર અંગેની રજૂઆત હાલ કોઈ નિર્ણય આવેલ નથીે તો તાત્કાલિક ધોરણે જાહેરાતો આપી ઓપરેટરો અંગેની ભરતી કરવા માંગ કરવામાં આવી છે. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદીમાં જણાવાયું છે.(૯.૩૦)
(3:24 PM IST)










