<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

૧૪મીએ રાજકોટમાં મળનાર ટોચના પોલીસ અધિકારીઓની બેઠક રદ

૧૩મી ગાંધીનગર ખાતે ગુજરાતના તમામ સીપી, રેન્‍જ વડાઓની તાકીદની બેઠક યોજવા મળેલ સૂચના અંતર્ગત હવે આ બેઠક સંભવતઃ આવતા માસે મળશે રાજકોટમાં બેઠક હાલ તુરત રદ થયા અંગેની ચર્ચાને મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અકિલા સાથેની વાતચીતમાં સમર્થન

રાજકોટ તા. ૮: ચાલુ માસની ૧૪ મી  તારીખે રાજકોટ ખાતે યોજાયેલ ગુજરાતના ટોચના પોલીસ અધિકારીઓની કોન્‍ફરન્‍સ અનિવાર્ય કારણોસર અને કોઈ બીજી રીતે સિનિયર અધિકારીઓને મુશ્‍કેલી ન પડે તે માટે આવતા માસે યોજવાનું નક્કી કર્યું છે, આ બાબતને રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પણ અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપવામાં આવેલ છે.                 

સૂત્રોના જણાવ્‍યા અનુસાર ચાલુ માસની ૧૩ મી તારીખે ગાંધીનગર ખાતે ગુજરાતના તમામ પોલીસ કમિશનર અને રેન્‍જ વડાઓની ખૂબ અગત્‍યની બેઠક યોજવા સૂચના મળતાં આ બેઠકનું આયોજન કરેલ છે.  ૧૩ મી તારીખે આ બેઠક ગાંધીનગર પોલીસ અકાદમીમાં યોજાવાની હોવાથી બીજા દિવસે અર્થાત્‌ ૧૪ નવેમ્‍બરે આ બેઠક યોજવાથી સિનિયર અધિકારીઓને રાજકોટ બોલાવી બેઠક યોજવી યોગ્‍ય ન હોવાથી મહત્‍વના મુદ્દ્‌દા જે ૧૪ મીેએ રાજકોટમાં ચર્ચવાના હતા તે હવે ૧૩ મીએ ગાંધીનગર પોલીસ અકાદમી કરાઈ ખાતેની બેઠકમાં ચર્ચવામાં આવશે.

રાજકોટમાં સિનિયર લેવલે તત્‍કાલીન પોલીસ કમિશનર રાજું  ભાર્ગવનાં સમયમાં થયેલ ઇન્‍સ્‍પેક્‍શન સમયે જે કોઈ કવેરી આવેલ, તે રેફ્રન્‍સમાં નોટ રીડિંગ આવતા માસે થવાની સંભાવના છે.                                         

રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ ઝા એડી ડીજી લેવલના સિનિયર આઇપીએસ હોવાથી રાજકોટ શહેરના ઇન્‍સ્‍પેકશન પછીનું નોટ રીડિંગ ડીજી લેવલના સિનિયર આઇપીએસ દ્વારા જ પ્રોટોકોલ મુજબ થાય, સંભવત આ નોટ રીડિંગ મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય આવતા માસે રાજકોટમાં જે બેઠક યોજવામાં આવશે તે સમયે કરશે તેમ પોલીસ સૂત્રો જણાવે છે.

(4:18 PM IST)