<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

રાજકોટ ચેમ્‍બરની વાણીજય - ઉદ્યોગમંત્રીને રજુઆત

નિકાસકારોને મળવાપાત્ર નાણાકીય લાભની મર્યાદા ૨ કરોડ કરી મુદત પ વર્ષ સુધી લંબાવો : ચેમ્‍બર

રાજકોટ, તા.૮: કેન્‍દ્ર સરકાર દ્વારા MSME ઉત્‍પાદક નિકાસકારો માટે નિકાસના પ્રિ અને પોસ્‍ટ શિપમેન્‍ટ પર Interest Equalization Scheme જાહેર કરવામાં આવેલ. જે અંતર્ગત નિકાસકારો દ્વારા કરવામાં આવેલ પી અને પોસ્‍ટ શીપમેન્‍ટ નિકાસ માટે લેવાયેલ લોન અંતર્ગત વ્‍યાજ સહાય ચુકવવામાં આવે છે. આ સ્‍કિમની સમય મર્યાદા તા.૩૧-૧૨-૨૦૨૪ માં સમાપ્ત થશે. પરંતુ આ સમયગાળો ખુબ જ ઓછો હોવાથી નિકાસકારે માટે ઘણી બધી સમસ્‍યાઓ ઉદભવી રહી છે. ખાસ કરીને સપ્‍લાય ચેન, ચલણની વધ ઘટ, ડોકયુમેન્‍ટસની જટીલતા, સરકારની મર્યાદા, દસ્‍તાવેજની જટિલતા, આર્થિક અનિશ્‍ચિતતા, વૈશ્વીક સ્‍પાર્ધાત્‍મકતા અને ખાસ કરીને વૈશ્વિક યુધ્‍ધના જોખમો વિગેરેનો સામનો કરવો પડી રહયો છે.

હાલના પરીપત્ર મુજબ આ સ્‍કિમ અંતર્ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ડિસેમ્‍બર-૨૦૨૪ સુધીમાં રૂ.૫૦ લાખની મર્યાદા રાખવામાં આવેલ છે. પરંતુ નિકાસકારોને વેગ મળી રહે અને તેઓને પ્રોત્‍સાહન આપવા અને નાણાકીય તણાવને દૂર કરવા માટે Interest qualization Scheme ખુબ જ મહત્‍વની ભુમિકા ભજવે છે. ત્‍યારે અગાઉના જુના નોટીફિકેશન મુજબ જે રૂ.ર કરોડની મર્યાદા હતી તે મુજબ યથાવત રાખવી તેમજ આ સ્‍કિમની મુદત ૫ વર્ષ સુધી લંબાવવી ખાસ જરૂરી છે. જેથી કરીને દેશના મા. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના પ ટ્રીલીયન ડોલર ઈકોનોમી વિઝનને સાર્થક કરવામાં મદદરૂપ થઈ શકશે.

વધુમાં Interest Tiqualization Scheme અંતર્ગત મળવાપાત્ર વ્‍યાજ સહાયની વર્તમાન મર્યાદા જે ૩% છે તેને વધારી પ% કરી આપવા રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા કેન્‍દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલજીને રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:26 PM IST)