તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 8th November 2024
રાજકોટ આહીર સમાજ દ્વારા રવિવારે સ્નેહમીલન
શિક્ષણ તેમજ સમાજ ઉપયોગી પ્રોજેકટ અંગે ચર્ચા વિચારણા થશે

રાજકોટ તા. ૮: રાજકોટ આહીર સમાજ દ્વારા આગામી તા. ૧૦ ને રવિવારે સાંજે પ-૩૦ વાગ્યે નુતન વર્ષ વિક્રમ સવંત ર૦૮૧નું આહીર સમાજનું સ્નેહમિલન ક્રિષ્ના પાર્ટી પ્લોટ યુનીટ નં. ૧, સરદાર રેસ્ટોરન્ટની બાજુમાં, વગડ ચોકડી, મવડી-પાળ રોડ ખાતે રાખવામાં આવેલ છે.
આ સ્નેહ મિલનમાં સમાજ ઉત્કર્ષક માટે આગામી સમયમાં સારા ઉતમ કાર્યોનું આયોજન થઇ શકે તે માટે વિચારણા, શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ માટે, સમાજમાં ઉતમ રિતિ રિવાજો પ્રસ્થાપિત કરવા, સમાજને ઉપયોગી થઇ શકે તેવા સારા પ્રોજેકટ વિશે વિચારણા કરવામાં આવશે.
આયોજનને સફળ બનાવવા નિર્મળભાઇ મેતા, વિરાભાઇ હુંબલ, ભાનુભાઇ મિયાત્રા, કિરીટભાઇ મૈયડ, પરીમલભાઇ પરડવા, સામતભાઇ બોરખતરીયા, મનસુખભાઇ બાળા, રાજેશભાઇ ડાંગર, પ્રો. કે. આર. રામ, દિનેશભાઇ વારોતરીયા, ચંદુભાઇ મિયાત્રા, કરશનભાઇ મેતા, દિલીપભાઇ ચૌહાણ, રમેશભાઇ બોરીચા, પ્રો. રમેશભાઇ ડાંગર, સૂરજભાઇ ડેર, કેતનભાઇ મંડ, વિમલભાઇ ડાંગર, ચીરાગભાઇ ગેરૈયા, ચીરાગભાઇ કાનગડ, કાનાભાઇ રામ, ડો. જીતેન્દ્ર ગાધે, ડો. એમ. એ. કરમૂર, ડો. વીરલ બલદાણીયા, રાણાભાઇ ગોજીયા, વિનયભાઇ લોખીલ, નિકૂલભાઇ આહીર, ભરતભાઇ કાનગડ, અર્જુનભાઇ હુંબલ, વિજયભાઇ મકવાણા, સન્નીભાઇ મૈયડ, પ્રણવભાઇ પંચોલી, ચંદ્રેશભાઇ પરડવા, વિજયભાઇ હેરભા, બાબુભાઇ ખાંડેખા, અજયભાઇ સબાડ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:38 PM IST)










