<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

મવડીના શિવ ટાઉનશીપમાં અન્‍નકૂટ, સત્‍સંગ, મહાપ્રસાદના કાર્યક્રમો

રાજકોટઃ શહેરના મવડી સ્‍થિત શિવ ટાઉનશિપ ખાતે જલારામ જયંતિ નિમિત્તે આજે સવારે અન્‍નકૂટ, બપોરે ર થી ૩ અને સાંજે પ વાગ્‍યે ગ્રાઉન્‍ડમાં સત્‍સંગ, મહાઆરતી સાંજે ૭-૧પ મિનિટે રાખેલ છે. બાદ મહાપ્રસાદ સાંજે ૭-૩૦ વાગ્‍યેથી શરૂ થશે. શિવ ટાઉનશીપ લોહાણા મહાજન સમિતિ દ્વારા પ્રથમ વખત આયોજીત જલારામ જયંતિ કાર્યક્રમને સફળ બનાવવા ભીખુભાઇ ગંગદેવી, આનંદ તન્‍ના, ધર્મેશ માનસેતા, સાગર મસરાણી, નરેન ચગ, રાકેશભાઇ, હિતેન્‍દ્રસિંહ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:53 PM IST)