<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

ડેઝર્ટ-ડોન બ્રાન્‍ડના પડતર રપ લીટર આઇસ્‍ક્રીમનો જથ્‍થો મળ્‍યોઃ નાશ ફૂડ શાખા દ્વારા વેસ્‍ટજ ગેઇટ પલ્‍સમાં ઓમફૂડ (યુ.એસ.પીઝા)માં દરોડા

કુવાડવા રોડ પર બજરંગ પાણીપુરીને ત્‍યાંથી વાસી અખાદ્ય દાજીયુ તેલનો નાશઃ ગાયત્રીનગર વિસ્‍તારમાં ૮ વેપારીને નોટીસ

રાજકોટ, તા. ૮ : મહાનગરપાલિકાની ફૂડ શાખા  દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન વેસ્‍ટ ગેટ પ્‍લસ  ૧૦૧, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ ૅઓમ ફૂડ (યુ. એસ. પીઝા)ૅ પેઢીની તપાસ કરતા સ્‍થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ ડેઝર્ટ-ડોન બ્રાન્‍ડ આઇસ્‍ક્રીમનો જથ્‍થો ફૂડ સેફ્‌ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ મુજબના લેબલીંગની વિગતો દર્શાવ્‍યા વગરનો તેમજ પડતર માલૂમ પડતાં અંદાજીત ૨૫ લિટર જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્‍ય સ્‍ટોરેજ કરવા, લાયસન્‍સ ધારક સપ્‍લાયર પાસેથી ખરીદ કરવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

 સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ચામુંડા સોસાયટી, કુવાડવા રોડ, રાજકોટ મુકામે આવેલ ૅબજરંગ પાણીપૂરીૅ ની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય દાજીયું તેલનો અંદાજીત ૦૬ કિ.ગ્રા. જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્‍ય સ્‍ટોરેજ કરવા, હાઈજેનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

૦૮ વેપારીને નોટીસ

ફૂડ વિભાગની ટીમ તથા જ્‍લ્‍ષ્‍ વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ગાયત્રીનગર મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૩ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૮ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૨૩ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં  આવી હતી.

નમૂના લેવાયા

ફુડ  સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ- 2006  હેઠળ  (1)RAMDEV  SPICY MIX INDIAN  NAMKEEN (400 G PACK): સ્‍થળ- ડી.એમ ટ્રેડિંગ, સી-1/39, આજી GIDC, ડાયનામેટીક્‍સ ફોર્જીગની સામે,  RAMDEV NAVRATANN MIX-INDIAN NAMKEEN (400 G PACK): સ્‍થળ- ડી.એમ ટ્રેડિંગ, સી-1/39, આજી GIDC, ડાયનામેટીક્‍સ ફોર્જીગની સામે,  CHHEDALS MANGLORI MIX (170 G PKD): સ્‍થળ- ડી.એમ ટ્રેડિંગ, સી-1/39, આજી GIDC, ડાયનામેટીક્‍સ ફોર્જીગની સામે,  CHHEDALS ROUSTED KOTHMIR CHIVDA (170 G PKD): સ્‍થળ- ડી.એમ ટ્રેડિંગ, સી-1/39, આજી GIDC, ડાયનામેટીક્‍સ ફોર્જીગની સામે,  PAPERBOAT LYCHEE- READY TO SERVE BEVERAGE (250 ML PKD): સ્‍થળ- ડી.એમ ટ્રેડિંગ, સી-1/39, આજી GIDC, ડાયનામેટીક્‍સ ફોર્જીગની સામે,   PAPERBOAT SWING- ZESTY POME GRANTE-READY TO SERVE FRUIT DRINK (250 ML PKD): સ્‍થળ- ડી.એમ ટ્રેડિંગ, સી-1/39, આજી GIDC, ડાયનામેટીક્‍સ ફોર્જીગની સામે,  સહિત કુલ ૬ નમુનાઓ લેવામાં આવ્‍યા છે. આ મહિનાઓ રાજય સરકારની લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવશે. 

(4:12 PM IST)