News of Friday, 8th November 2024
નવો રીંગ રોડ હવે ૧પ૦ ફુટનો બનશેઃ ૧૧૦ કરોડનો ખર્ચ હાશ...બીજો રીંગ રોડ બનશે ફોરલેન
આ કામ ઘંટેશ્વરથી સ્માર્ટ સીટી, સ્માર્ટ સીટીથી કટારીયા તથા કટારીયાથી કણકોટ ચોકડીથી એમ ત્રણ તબક્કામાં થશેઃ પ્રિ-બીડીંગમાં અનેક એજન્સીએ રસ દાખવ્યો :બીઆરટીએસ રૂટમાં થશે વધારો

રાજકોટઃ સ્માર્ટ સીટીનું આયોજન થયા બાદ મહાનગરપાલિકાએ સ્માર્ટ સીટીના નિયમો હેઠળ આવતા તમામ -કારના -ોજેક્ટો શરૂ કર્યા છે. જે મુજબ સ્માર્ટસીટી માટે શહેરમાં બીઆરટીએસ કનેક્ટિવિટી પણ નિયમ મુજબ હોવી જોઈએ. હાલ માધાપર ચોકડીથી ગોંડલચોકડી સુધી ૧૧ કિ.મી. સુધીની બીઆરટીએસ સેવા ઉપલબ્ધ છે. આથી હવે કટારિયા ચોકડીથી સ્માર્ટ સીટી સુધીની બીઆરટીએસ સેવા ઉપલબ્ધ થશે જેના લીધે સ્માર્ટ સીટીના નિયમો હેઠળ રાજકોટ શહેરની બીઆરટીએસ કનેક્ટીવીટીમાં નોંધપાત્ર વધારો થશે. હાલ સ્માર્ટ સીટી ખાતે બીઆરટીએસ બસસ્ટોપ તેમજ રૈયા સર્કલથીસ્માર્ટ સીટી તરફ અને જામનગર રોડ તેમજ ગોંડલ તરફના રોડ બાજુનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. જેને ટુંક સમયમાં જોડવામાં આવશે.
રાજકોટ, તા., ૮: રાજકોટ શહેરના છેવાડાના વિસ્તારોની ટ્રાફીક સમસ્યા હલ કરવા માટે રીંગરોડ-૨ના ડેવલપમેન્ટ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર રોડથી ગોંડલ રોડ સુધીના રીંગ રોડને ફોરલેન બનાવવા માટે ફેઝ થ્રુ કામ શરૂ કરાયું છે. જેમાં કટારિયા ચોકડીથી ગોંડલ રોડ સુધીના ૮૦ કરોડના ફોરલેનના કામના ટેન્ડર બહાર પડ્યા બાદ હવે જામનગર રોડથી સ્માર્ટ સીટી અને સ્માર્ટ સીટીથી કટારિયા ચોકડી સુધીના ફોરલેન રોડ માટે તેમજ બીઆરટીએસ રૂટ માટે રૂા. ૭૭.૬૬ કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવતા આ કામ માટે અનેક એજન્સીઓએ રસ દાખવ્યો છે. આ ઉપરાંત સ્માર્ટ સીટીથી કટારીયા ચોકડી સુધી બીઆરટીએસ કોરીડોર પણ બનાવાશે.
શહેરના મધ્યમાંતી પસાર થતાં ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ટ્રાફિકનું ભારણ વધતા તેમજ રીંગ રોડના ઉપરના વિસ્તારોમાં વિકાસ થતાં રીંગરોડ-૨ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રારંભીક ધોરણે જામનગર રોડથી ગોંડલ રોડ સુધી સિંગલ પટ્ટી રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ સ્માર્ટ સીટી અને અટલ સરોવરનુંલોકાપાર્ણ થતાં સ્માર્ટસીટીની કનેક્ટીવીટી માટે અને ગોંડલ બાજુથી જામનગર તરફ જતાં વાહન વ્યવહારની સરળતા માટે રીંગરોડ-૨ ફોરલેન બનાવવાનું આયોજન કરવામાં આવેલ ગત માસે રૂડા દ્વારા કટારિયા ચોકડીથી ગોંડલ રોડ સુધીના રીંગરોડ-૨ને ફોરલેન બનાવવા માટે રૂા. ૮૦ કરોડનું ટેન્ડર -સિધ્ધ કરવામાં આવ્યું હતું. જ્યારે કટારિયા ચોકડીથી જામનગર રોડ સુધીના સિંગલપટ્ટિી રોડને ફોરલેન બનાવવા તેમજ કટારિયા ચોકડીથી સ્માર્ટ સીટી સુધીના રીંગરોડ-૨ની વચ્ચે બીઆરટીએસ કોરીડોર બનાવવાનો પ્રોજેક્ટ આજ સુધી અધ્ધરતાલ હતો. જે મંજુર થતાં હવે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જામનગર રોડથી સ્માર્ટસીટી સુધીના ફેઝ-૧નું કામ રૂા. ૩૦.૮૪ કરોડના ખર્ચે કરવામાં આવશે. તેવી જ રીતે સ્માર્ટસીટીથી કટારિયા ચોકડી સુધીના ફેઈઝ-૨માં આવતા ફોરલેન રોડ અને બીઆરટીએસ કોરીડોરનું કામ રૂા. ૪૬.૮૨ કરોડના ખર્ચે કરવામાં આવશે. બન્ને ફેઈઝના કામ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
રીંગરોડ-૨ ઉપર હાલ બારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે જેનું મુખ્ય કારણ રોડની હાલત ખરાબ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. કટારિયા ચોકડી ખાતે આઈકોનીક બ્રીજની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે જામનગર રોડથી ગંડલ રોડ સુધીનો ફોરલેન રોડ પર ઝડપથી તૈયાર થાય તે માટે મહાનગરપાલિકાએ સગન -યાસો હાથ ધર્યા છે. અને હવે રીંગરોડ-૨ પુરી રીતે ફોરલેન બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બાંધકામ વિભાગના જણાવ્યા મુજબ રીંગરોડ-૨ના નાલા સહિતના કામો પ્રથમ પૂર્ણ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ફોરલેનનું કામ ડામર રોડની સાથો સાથ અમુક સ્થળે કોંક્રીટનું પણ કરવામાં આવશે. (૪.૨૯)
(4:15 PM IST)










