News of Saturday, 9th November 2024
૧૧થી૧૩ માર્ચ રાજકોટમાં એસ.વી.યુ.એમ-૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મેળો યોજાશે
અત્યાર સુધીમાં ૨૮ દેશોમાંથી ૧૦૭ વિદેશી ડેલિગેટ્સ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું

રાજકોટ: સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ૧૧થી૧૩ માર્ચ-૨૦૨૫ દરમિયાન રાજકોટના એનએસઆઇસી મેદાનમાં એસ.વી.યુ.એમ.૨૦૨૫ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાએથી ૨૦થી૨૫ હજાર મુલાકાતઓ મુલાકાત લે તેવી ધારણા છે, જ્યારે ૩૦ કરતાં વધુ દેશોમાંથી (સુદાન, ધાના, બુર્કિનાફાસો, ટોગો, તાન્ઝાનિયા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, સેનેગલ, કોંગો, ગેબોન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા સહિતના) ૨૦૦ કરતાં વધુ વિદેશી ડેલિગેટસ મુલાકાત લેશે. અત્યાર સુધીમાં ૨૮ દેશોમાંથી ૧૦૭ વિદેશી ડેલિગેટ્સ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે
. આ પ્રદર્શનમાં સ્થાનિક ૧૬૦ થી વધુ કંપનીઓ ભાગ લેશે અને વિદેશી કંપનીઓ સાથે પોતાના બિઝનેસ ગોઠવી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં પ્રવેશ વિના મૂલ્ય રહેશે અને પ્રદર્શનનો સમય સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે
(12:38 AM IST)










