તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 9th November 2024
યુનિવર્સિટી કેમ્પ પાસેથી વિશાલ ઉર્ફે જોખમ અને રૈયાધારમાંથી પુનો ચોરાઉ બે ટુવ્હીલર સાથે પકડાયા
યુનિવર્સિટી પોલીસે બંનેને ઝડપી લઇ બે ટુવ્હીલર કબ્જે કર્યા

રાજકોટઃ તા. ૯: શહેરના યુનિવર્સિટીના કેમ્પસ પાસે અને રૈયાધાર શાંતી નિકેતનના ગેઇટ પાસેથી યુનિવર્સિટી પોલીસે બાતીના આધારે દરોડો પાડી બે શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ યુનિવર્સિટીના કેમ્પસ પાસે એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ મહિપાલસિંહ જાડેજા, વિજેન્દ્રસિંહ જાડેજા તથા વનરાજભાઇ લાવડીયાને બાતમી મળતા યુનિવર્સિટીના કેમ્પસમાંમેલડી માતાના મંદિર પાસેથી વિશાલ ઉર્ફે જોખમ રમેશભાઇ ખડોલા (ઉ.વ. ૨૪) (રહે. રૈયાગામ ૧૦૦ વારીયા પ્લોટમાં) ને ચોરાઉ મોપેડ સાથે પકડી લીધો હતો.વિશાલ અગાઉ મારા મારી તથા દારૂનાગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યુ છે.
જયારે બીજા બનાવમાં હેડ કોન્સ વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ ગોપાલસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા ને બાતમી મળતા રૈયાધાર શાંતિ નિકેતનના ગેઇટ પાસેથી પુના ઉર્ર્ફે પવલો પોપટભાઇ વેગડા (ઉ.વ.૪૦) (રહે. રૈયાધાર સ્લમકવાર્ટરમાં ને ચોરાઉ બાઇક સાથે પકડી લઇ બાઇક કબ્જે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.આઇ. એમ.જી. વસાવાના માર્ગદર્શન હેઠઇ પી.એસ.આઇ.વી.જી ડોડીયા તથા હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, વિરન્દ્રસિંહ ઝાલા, ક્રીપાલસિંહ ઝાલા, વિજુભા જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીય, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
(2:19 PM IST)










