હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th November 2024
સિવિલ હોસ્પિટલના બીજા માળે સાયક્રિયાટ્રીક વોર્ડમાં એસી સળગ્યુ
શોર્ટ સર્કિટના લીધે એસીમાં આગ લાગી : ઓફીસ સ્ટાફ અને ફાયરબ્રિગેડ સ્ટાફે આગ બુઝાવી

રાજકોટ : આજે સવારે ઓપીડી બિલ્ડિંગમાં આવેલા બીજા ફ્લોર પર ૨૫ નંબરના સાયકિયાટ્રીક વોર્ડમાં એસી અને બહારના ભાગે આવેલા કમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આ બનાવના પગલે ફાયર બિગ્રેડને જાણ કરાઈ હતી. જો કે ગઈકાલે કર્મચારીઓને આપવામાં આવેલી ફાયરની તાલીમ ખરા સમયે કામે લાગી હતી અને ફરજ પરના કર્મચારીઓએ ફાયર સિલિન્ડરથી તાકીદે આગ બુઝાવી હતી. આ દરમિયાન મિનિટોમાં જ ફાયર બિગ્રેડની ટિમ આવી જતા બહાર કમ્પ્રેશનના ભાગે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. સદનસીબે સવારનો સમય હોવાથી કોઈ જાન હાનિ થઇ નહતી.(
(3:41 PM IST)










