હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તરૂણ સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનારા હવસખોર રાકેશ ગંગદેવની ધરપકડ
યુનિવર્સિટી પોલીસે પૂછપરછ હાથ ધરીઃ પુરૂષત્વ ટેસ્ટમાં ફેલ થયો

રાજકોટ તા.૯ : શહેરના યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ૧૩ વર્ષના તરૂણ પર પાડોશી શખ્સે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે હવસખોર પાડોશીની ધરપકડ કરી હતી.
મળતી વિગત મુજબ યુનિવર્સિટી વિસ્તારમાં રહેતો ૧૩ વર્ષનો તરૂણ શુક્રવારે તેના પરિવારજનો સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. તરૂણે પોલીસને જણાવ્યું હતું કે પાડોશમાં રહેતો રાકેશ નામના શખ્સે તેને ઘરમાં બોલાવ્યો હતો અને ઘરમાં બોલાવ્યા બાદ બળજબરી આચરી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતુ. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે આરોપીના ઘેર પહોંચી ગઇ હતી અને આરોપી રાકેશને પકડી લીધો હતો. પોલીસે ગુનો દાખલ કરી આરોપી રાકેશ પ્રભુદાસભાઇ ગંગદેવ (ઉ.વ.૪પ)ની ધરપકડ કરી હતી. રાકેશની પત્ની જતી રહયા બાદ તે એકલો રહે છે અને ઝોમેટોમાં નોકરી કરે છે. પોલીસે તેનું પુરૂષત્વ પરિક્ષણ કરાવતા તેમાં તે ફેલ થયો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે










