<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

શ્રી જલારામ બાપાના જય જયકાર સાથે શોભાયાત્રા સંપન્‍ન

ચૌધરી હાઇસ્‍કુલથી સંતોના હસ્‍તે પ્રસ્‍થાનઃ નિયત રૂટ પર ફરી વિરાણી હાઇસ્‍કુલ ખાતે સમાપન

રાજકોટ તા. ૯ :.. વિશ્વ વંદનીય પૂ. શ્રી જલારામ બાપાની રરપ મી જન્‍મ જયંતિ  નિમિતે શ્રી જલારા જન્‍મોત્‍સવ સમિતિ રાજકોટ દ્વારા આયોજીત શોભાયાત્રા શાનદાર રીતે સંપન્ન થઇ. શોભાયાત્રાનો પ્રારંભ ચોૈધરી હાઇસ્‍કુલના પટાંગણમાંથી થયેલ તે પૂર્વે શોભાયાત્રાનો અહેવાલ તથા સ્‍વાગત પ્રવચન શ્રી જલારામ જન્‍મોત્‍સવ સમિતિના પ્રવિણભાઇ કાનાબાર દ્વારા કરવામાં આવેલ.

ઉપસ્‍થિત સંતો સર્વે શ્રી શ્રૃતિ પ્રકાશ સ્‍વામી, શ્રી ચરણપ્રિય સ્‍વામી- સ્‍વામીનારાયણ ગુરૂકુળ શ્રી અનમોલદાસજી બાપુ, લાલ હનુમાન નવાગામ, શ્રી આદિત્‍ય શાષાીશ્રી પુજારીશ્રી રામજીમંદિર, લોહાણામહાજન રાજકોટ તથા શ્રી રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખશ્રી ડો.નિશાંતભાઇ ચોટાઇ, શ્રી ભુપેન્‍દ્રભાઇ ચંદારાણા (મારવાડી યુનિવર્સિટી), ડો.પરાગભાઇ દેવાણી, શ્રી હિરેનભાઇ ખખ્‍ખર, તથા શ્રી રઘુવ઼શી પરિવાર ચે.ટ્રસ્‍ટશ્રી હસુભાઇ ભગદેવ, શ્રી પ્રતાપભાઇ કોટક તથા અગ્રણીઓનું પુષ્‍પગચ્‍છ તથા પુ.શ્રી જલારામબાપાના ખેસથી અભિવાદન, રમેશભાઇ ઠકકર, પ્રવિણભાઇ કાનાબાર, અશોક હિંડોચા, નવીનભાઇ છગ, રમણભાઇ કોટક, મયંકભાઇ પાઉ, મનુભાઇ જોબનપુત્રા, અશ્‍વિનભાઇ તથા રાજેશભાઇ મીરાણી  દ્વારા કરવામાં આવેલ હતું.

સંતગણ દ્વારા આર્શીવચન પાઠવવામાં આવ્‍યા હતા. તથા પુ.શ્રી જલારામબાપા સમક્ષ ‘દિપ પ્રાગટય' કરી પુ.શ્રી જલારામબાપાના પરચા, જીવનચરિત્ર વિશે જલારામભકતોને જણાવવામાં આવ્‍યું હતું.

ગત ૨૨૪મી જલારામ જયંતિમાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરનાર ફલોટસ હોલ્‍ડરો જેમાં રઘુવંશી યુવાગ્રુપ વોર્ડ નં.૧૦, બોલબાલા ચે.ટ્રસ્‍ટ, વસંત સાઉન્‍ડ સર્વિસ, શ્રી ગણાત્રા પરિવાર તથા લોહાણા યુવક પ્રગતિ મંડળનું હરતુ-ફરતું અન્નક્ષેત્ર અન્નપુર્ણા રથના સંચાલકોનું સંતો તથા શ્રી રાજુભાઇ પોબારૂ તથા મહાજન મુરબ્‍બીઓના હસ્‍તે શિલ્‍ડ અર્પણ કરી સન્‍માન કરવામાં આવેલ.

શોભાયાત્રામાં અનેરૂ આકર્ષણ જમાવનાર તમામ જીવંતપાત્રોને પધારેલા ભુલકાઓ બાળકોનું પણ વિશિષ્‍ટ અભિવાદન કરવામાં આવેલ. તથા શ્રી રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટીને અભિનંદન પાઠવવામાં આવેલ.

શોભાયાત્રાનું સ્‍વાગત કરવા પધારેલ દાઉદી વ્‍હોરા સમાજના અગ્રણીઓ યુસુફભાઇ- જોહરકાર્ડસ તથા તેની ટીમનું રાજુભાઇ પોબારૂ તથા જલારામ જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા અભિવાદન કરવામાં આવેલ.

શોભાયાત્રામાં મનીષ રાડીયા, દંડકશ્રી શાસકપક્ષ વિક્રમભાઇ પુજારા ચેરમેનશ્રી નગરપાથમિક શિક્ષણ સમિતિ શાંતુભાઇ રૂપારેલીયા પ્રમુખશ્રી વિશ્‍વ હિન્‍દુ પરિષદ, જશુમતીબેન વસાણી (પુર્વ ડેપ્‍યુટી મેયર) તથા શ્રી કમલેશભાઇ મીરાણી તથા રઘુવંશી સંસ્‍થાના અગ્રણીઓ, મહિલા મંડળ, યુવકમંડળના  અગ્રણીઓ તથા  નવીનભાઇ ઠક્કર - ઉપપ્રમુખ રાજકોટ કેળવણી મંડળ -રાજકોટ ડો. અનીલભાઇ દાસાણી સહિત- જલારામ ભકતો-શોભાયાત્રામાં પધારેલ હતા. તેઓશ્રીનું અભિવાદનકરવામાં આવેલ  જે.ડી.ભાઇ કકકડનું અભિવાદન કરવામાં આવેલ કરવામાં આવેલ તમામ ભાવિકોનું ચોૈધરી હાઇસ્‍કૂલના પટાંગણમાં સરબતથી સ્‍વાગત કરવામાં આવેલ.

શોભાયાત્રાનું પ્રખ્‍યાત રાજુભાઇ પોબારૂ તથા મહાજન મુરબ્‍બીઓ રઘુવંશી અગ્રણીઓ જલારામ જન્‍મોત્‍સવ સમિતિના સભ્‍યો દ્વારા જલારામ બાપાના નાદ સાથે કરવામાં આવેલ ત્‍યારે  સમગ્ર વાતાવરણ વીરપુરમય- જલારામમય-બની ગયું હતું જલારામ બાપાનો જય જય કાર કરવામાં આવેલ.

ચોૈધરીહાઇસ્‍કૂલ પટાંગણમાં શોભાયાત્રા કાર્યક્રમનું સંચાલન અશોક હિન્‍ડોચા દ્વારા કરવામાં આવેલ. આભારવિધિ નવીનભાઇ છગ દ્વારા કરવામાં આવેલ શોભાયાત્રાનું શાનદાર સ્‍વાગત સદર બજાર મિત્ર મંડળ દ્વારા વેપારીઓ જલારામ ભકતો દ્વારા કરવામાં આવેલ.

તમામ જલારામ ભકતોને લાઇવ ઢોકળાનો પ્રસાદ આપવામાં આવેલ જલારામ બાપાની રંગોળી કરવામાં આવેલ તથા શોભાયાત્રાનું ફટાકડા-રંગબેરંગી- ફુલજરો- દ્વારા- સ્‍વાગત કરવામાં આવેલ.

અકિલા પરિવારના મોભી તથા માર્ગદર્શક મુ. શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા તથા સમગ્ર ગણાત્રા પરિવાર તથા અકિલા પરિવાર દ્વારા શોભાયાત્રાનું શાનદાર સ્‍વાગત કરી પૂ. શ્રી જલારામ બાપાના દર્શન કરી શોભાયાત્રાનું અભિવાદન તથા ફુલહાર વડે સ્‍વાગત કરવામાં આવેલ હતું.

શહેર ભાજપના તમામ હોદેદારો, સાંસદો, ધારાસભ્‍યો, મેયરશ્રી તમામ પદાધિકારીઓ તથા અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું શાનદાર સ્‍વાગત કરવામાં આવેલ.

ધર્મેન્‍દ્ર રોડ પર રોયલ ગ્રુપ વેપારી એસોસીએશન અશોકભાઇ પેંડાવાળા, પૂજારા પરિવાર તથા હિતેશભાઇ અનડકટ, ઘી કાંટા વેપારી એસોસીએશન હિન્‍ડોચા પરિવાર અંબિકા ગરબી મંડળ ટ્રસ્‍ટ, રાજદેવ પરિવારના તમામ સભ્‍યો મનોજભાઇ વગેરે દ્વારા શોભાયાત્રાનું શાનદાર સ્‍વાગત કરવામાં આવેલ. વિરાણી હાઇસ્‍કુલ ખાતે રઘુવંશી પરિવાર ચે. ટ્રસ્‍ટના હસુભાઇ ભગદેવ, પ્રતાપભાઇ કોટક, મેહુલભાઇ નથવાણી, તથા સમગ્ર ટીમ દ્વારા શોભાયાતરાનું શાનદાર સ્‍વાગત કરવામાં આવેલ. નાની નાની કુંવારીકાઓ દ્વારા ઢોલ-નગારા સાથે શોભાયાત્રાનું શાનદાર સ્‍વાગત કરવામાં આવેલ.

રઘુવંશી પરિવારના બહેનોની ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્‍વાગત કરવામાં આવેલ.

શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી તથા રઘુવંશી અગ્રણી બહેનો દ્વારા શોભાયાત્રાનું અભિવાદન તથા સ્‍વાગત કરવામાં આવેલ.

શોભાયાત્રા સંપન્‍ન થયા બાદ જલારામધામ ખાતે રઘુવંશી પરિવાર ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા આયોજીત જલારામ જયંતિ મહોત્‍સ્‍વમાં ભગવાન શ્રી રામચંદ્રજી પૂ. શ્રી જલારામ બાપા, પૂ. શ્રી ગુરૂદેવની પ્રતિમા સમક્ષ શ્રી જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવેલ. જેમાં જલારામ જન્‍મોત્‍સવ સમિતિ રઘુવંશી પરિવાર તથા રઘુવંશી અગ્રણીઓ જલારામ ભકતો દ્વારા મહાઆરતી કરવામાં આવેલ ત્‍યારબાદ જલારામ બાપાનો મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરાઇ હતી.

(2:52 PM IST)