<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

ડ્રામેડી અને કોમેડી ગુજરાતી ફિલ્‍મ ‘અજબ રાતની ગજબ વાત' : ૧૫મીએ સીનેમાઘરોમાં રીલીઝ

રાજકોટ : એક જ રાત્રીની સ્‍ટોરીમાં આખુ ફિલ્‍મ પુરૂ થઇ જાય તેવી નવીનતા સાથે બનેલ ગુજરાતી ફિલ્‍મ ‘અજબ રાતની ગજબ વાત' આગામી તા. ૧૫ નવેમ્‍બરથી સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહ્યુ છે. જેના મુખ્‍ય પાત્રોમાં ભવ્‍ય ગાંધી, આરોહી પટેલ અને દીપ વૈદ્યએ અભિનય આપ્‍યો છે. ઉપરાંત હર્ષ ઠાકર, રાધીકા બારોટ, યશ્વી મહેતા, આરજે હર્ષે પણ અભિનયના ઓજસ પાથર્યા છે. ડીરેકટર તરીકે પ્રેમ ગઢવી અને કો-ડીરેકટર તરીકે કિલ્લોલ પરમાર તેમજ પ્રોડયુસર ડો. જયેશ પાવરા છે.  અમદાવાદમાં શુટ કરાયેલ આ ફિલ્‍મમાં વાલી અને યુવા વર્ગની આંખ ઉઘાડતો મેસેજ આપવા ખુબ સરસ પ્રયાસ થયો છે. ડ્રામેડી અને કોમેડી પ્રકારની આ ફિલ્‍મ અંગે કલાકારોએ ‘અકિલા' ખાતે વિગતો વર્ણવી હતી. તે સમયની તસ્‍વીર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:59 PM IST)