<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

‘અકિલા'ના આંગણે જય જલારામના નાદ ગુંજયાઃ શોભાયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત

રાજકોટઃ પૂ.જલારામ બાપાની રરપમી જન્‍મજયંતિએ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ શહેરના માર્ગો ઉપર જલારામ શોભાયાત્રા ધામધુમથી નિકળી હતી. આ શોભાયાત્રા અકિલા કાર્યાલયના આંગણે પહોંચતા ઢોલ-નગારા સાથે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના  એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતી કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, ધન્‍વી નિમિષભાઇ ગણાત્રા તેમજ સાંસદ શ્રી પરસોતમભાઇ રૂપાલા, રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ડો.દર્શીતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, રાજકોટ મહાનગર પાલીકાના દંડક શ્રી મનિષભાઇ રાડીયા, માધવ દવે, મનિષ ભટ્ટ, અકિલાના પરિવારના ડો.અનિલભાઇ દશાણી સહિતના દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ. તસ્‍વીરમાં જલારામ જન્‍મોત્‍સવ સમિતિનાં પ્રવિણભાઇ કાનાબાર, રમેશભાઇ ઠક્કર વિગેરે ઉપસ્‍થિત છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:40 PM IST)