News of Saturday, 9th November 2024
સ્માર્ટસીટીમાં આઇટીનું કામ ૭૦ ટકા બાકીઃ એજન્સી બ્લેકલીસ્ટ થશે ?
અટલ સરોવરના લોકાર્પણ બાદ પણ પરચુરણ કામ બાકીઃ કોન્ટ્રાકટ રાખનાર પેઢીનું ૧૦ કરોડનું ચુકવણુ અટકાવાયું

રાજકોટ તા.૯ : શહેરને પ્રગતિશીલ કરવાની સાથે સ્માર્ટસીટી દ્વારા કડક પગલા પણ લેવામાં આવતા હોય છે. જે અંતર્ગત સ્માર્ટ સીટી પ્રોજેકટમાં આઇટીને લગતી કામગીરી કાચબા ગતિએ ચાલતી હોવાની જાણ થતા એજન્સીને બ્લેક લીસ્ટ કરવા સ્માર્ટ સીટી દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.
સ્માર્ટ સીટી પ્રોજકેટનું આઇટીનું કામ બીએસએનએલ અને તેની સહયોગી કેપીએમજી નામની એજન્સીને આપવામાં આવ્યું છે. જેમાં સોફટવેર તૈયાર કરઁવાની કામગીરી માંડ ૩૦ ટકા જેટલી જ થઇ છતા તંત્ર દ્વારા બ્લેક લીસ્ટ કરવાના કડક પગલામાં લેવામાં આવ્યા છે.
ઉપરાંત અટલ સરોવરના લોકાર્પણને પણ ઘણો સમય થયો હોવા છતાં અમુક પરચુરણ કામ બાકી રહેતા એજન્સીના ૧૦ કરોડના ચુકવણા રોકી દેવામાં આવ્યા છે. રોબ સ્ટઇન્ફ્રાસ્ટ્રકચરનું મોટાભાગનું કામ એલ એન્ડ ટી દ્વારા પુરૂ કરવામાં આવ્યા છે.
આ સ્માર્ટ સીટી પ્રોજેકટ માર્ચ ર૦રપમાં પુરો કરવાનો હોય આઇટી અને સોફટવેરને લગતી કામગીરીની મંદગતિ સમગ્ર પ્રોજેકટ ઉપર અસર પાડી શકે તેમ હોય એજન્સીને બ્લેકલીસ્ટ કરવા ટુંક સમયમાં આરએસડીએલની બોર્ડ મીટીંગ મળીને નિર્ણય કરશે. આ મીટીંગમાં એજન્સીના પ્રતિનિધિઓને રૂબરૂ હાજર રહેવા પણ જણાવાયું છે.
(3:31 PM IST)










