News of Saturday, 9th November 2024
હસનવાડીના નિવૃત્ત બેંક અધિકારીને ડિજીટલ એસ્ટેટ કરી પ૬ લાખ પડાવનારા આઠ શખ્સો ઝડપાયા
ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ એસીપી બી.બી. બસીયાની રાહબરી હેઠળ જુનાગઢના મહેક ઉર્ફે મયંક, હિરેન, અમદાવાદના મહંમદ રિઝવાન, વિપુલ, પાટણના પરેશ, કલ્પેશ અને વિપુલને ઝડપી લેવામાં ટીમને સફળતા : ફ્રોડના રૂપિયા આ શખ્સોના ખાતામાં જમા થયા'તા : સુત્રધારની શોધખોળ

રાજકોટ તા. ૮: શહેરના હસનવાડી-૨માં રહેતાં અને સુરત ખાતે પંજાબ નેશનલ બેંકમાંથી નિવૃત થયેલા ૭૩ વર્ષના મહેન્દ્રભાઇ અંદરજીભાઇ મહેતાને ડિજીટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવી લવાના કાવતરામાં સામેલ ૮ શખ્સોની પોલીસે ઝડપી લીધા છે જયારે મુખ્યસુત્રધારની શોધખોળ હાથ ધરાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મહેન્દ્રભાઇ મહેતાને મુંબઇ પોલીસ ઇન્સ્પેક્ટરના નામે ફોન કરી ગઠીયાએ મુંબઇ પોલીસમાં તમારા વિરૂધ્ધ એફઆઇઆર થઇ છે, વોરન્ટ નીકળ્યું છે, તમે મની લોન્ડરીંગમાં સામેલ છો, ૨૪૭ લોકો સાથે ફ્રોડ થયું છે તેમાં તમારુ પણ નામ છે તેમ કહી ડરાવી ધમકાવી ઇડી, આરબીઆઇના નામે કાગળો મોકલી તમારા બેંક એકાઉન્ટસની તમામ રકમનું ક્રોસ વેરીફિકેશન કરવું પડશે, તપાસ બાદ ત્રણ દિવસમાં તમને રકમ પાછી મળી જશે તેમ કહી તેમની પાસેથી ૫૬ લાખ પડાવી લીધા હતાં.
આ અંગે નિવૃત્ત બેંક અધિકારી હેલ્પલાઇન નં. ૧૯૩૦ ઉપર જાણ કરતા રાજકોટ સાયબર ક્રાઇમ પીઆઇ બી. બી. જાડેજાએ ગુનો દાખલ કર્યો હતો.
દરમિયાન નિવૃત્ત બેંક અધિકારી પાસેથી પ૬ લાખ પડાવનાર ગેંગને ઝડપી લેવા પોલીસ કમીશનર બ્રીજેશકુમાર ઝાની સુચનાથી ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી. બસીયાની રાહબરી હેઠળ સાયબર ક્રાઇમના પીઆઇ બી.બી. જાડેજા તથા એમ. એ. જનકાતની ટીમે આ કાવતરામાં સામેલ આરોપી (૧) મહેકકુમાર ઉર્ફે માયંક નીતિનભાઇ જેટાણીયા ઉ.વ.ર૪ વ્યવસાય, અભ્યાસ રહે. બ્લોક એ, ૪૦૧ વર્ધમાન કોમ્પ્લેક્ષ ગેબનશા રોડ, દેવ વાડી પાસે, જુનાગઢ (ર) હિરેનકુમાર મુકેશભાઇ સુબા (ઉ.વ.૩૧) વ્યવસાય : વેપાર રહે. મુળ. બ્લોક નં. ૩૦૭ અમનાથ એપાર્ટમેન્ટ, જોશીપુરા પોલીસ ચોકી સરદાર પરા જુનાગઢ હાલ, ફલેટ નં. ૪૦૭ પ્રવેશ એપા. શેરી નં. ૦૧ નવા નાગરવાડા જુનાગઢ (૩) પઠાણ મહદરીઝવાનખાન દશાકશાન ઉ.વ.૩પ વ્યવસાયઃ મંજુરી રહે. મકાન નં. ૧૩૬૩ માતાજી ડેલુ સલપસ રોડ પથ્થરકુવા પટવા શેરી અમદાવાદ, (૪) પરેશભાઇ ખોડાભાઇ ચૌધરી (ઉ.વ.ર૯) વ્યવસાયઃ પ્રા. નોકરી રહે. મૂ. રામજી મંદીર મોટાી શેરી ચૌધરીવાસ અરજણસર તા. રાઘનપુર જી. પાટણ (પ) કલ્પેશભાઇ ખોડાભાઇ ચૌધરી (ઉ.વ.ર૪) વ્યવસાય પ્રા. નોકરી રહે. મુ. રાજી મીંદર મોટી શેરી ચૌધરીવાસ અરજણસર તા. રાધનપુર જી. પાટણ (૬) વિપુલકુમાર લાભુભાઇ દેસાઇ (ઉ.વ.૩પ) વ્યવસાયફ ખેતી રહે. રબારીવાસ ચેહર માતાના મંદિરની બાજુમાં કબોઇ ગામ તા. ચાણસરમાં જી. પાટણ (૭) વિપુલ જેઠાલાલ નાયક (ઉ.વ.૩પ) વ્યવસાયઃ વેપાર રહે. મુ. ભદ્રેશર ગામ તા. ઇડર જી. સાબરકાંઠા હાલ એફ.-૧ર૦૪ સરદાર પટેલ નગર જી.એચ. બી. ફલેટ અનમોલ ટાવરની બાજુમાં શાષાીનગર ચાર રસ્તા અમદાવાદ તથા અન્ય એક શખ્સને દબોચી લઇ પુછતાછ હાથ ધરી છે.
પકડાયેલ ઉકતશખ્સોને ખાતામાં નિવૃત બેંક અધિકારીના રૂપિયા જમા થયા હતા. આ ફ્રોડમાં કમ્બોડીયન ગેંગ હોવાની શંકાએ પકડાયેલ તમામની પુછતાછ હાથ ધરાઇ છે. મુખ્યસુત્રાધારોના નામો ખુલ્લે તેવી શકયતા છે. ઉકત શખ્સો પૈકી વિપુલ દેસાઇ સામે બાલીસાના પોસ્ટેમાં ફ્રોડનો ગુન્હો નોંધાયો છે.
આ કામગરીીમાં સાઇબ્ર સેલના પો. ઇન્સ. બી.બી. જાડેજા, પો. ઇન્સ. એમ. બે. ઝણકાત એ.એસ.આઇ. જે.કે. જાડેજા, કે.ડી. ટીમ્બડીયા પો. હેડ કોન્સ. શિવભદ્રસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, પૃથ્વીરાજસિંહ જાડેજા, હસરાજસિંહ જાડેજા, હરેશભાઇ સાવલીયા, ભાવેશભાઇ શિરડીયા, સત્યજીતસિંહ ગોહિલ તથા પો.કોન્સ. સુધીરભાઇ સુતરીયા જોડાયા હતા.
(3:34 PM IST)










