હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રંગોલી પાર્ક ગુજરાત હાઉસીંગ બોર્ડના ફલેટ ધારકો દ્વારા ફાયર સેફટીના અભાવ અંગે ઉગ્ર રજુઆત
વિવિધ પ્રશ્નો અંગે ગાંધીનગર આગ નિવારણ શાખાને લખાયેલ પત્રના અનુસંધાને ફલેટ ધારકો દ્વારા પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજુઆત સાથે સુવિધા આપવા માંગણી

રાજકોટ તા.૯: ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ૧૫૦ ફૂટ ન્યુ રીંગ રોડ ઉપર ૧૧૬૪ ફલેટની આવાસયોજનાનું નિર્માણ કરવામાં આવ્યા બાદ અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં હાઉસીંગ બોર્ડ ઉણું ઉતર્યું છે. રંગોળીપાર્કે ફલેટ હોલ્ડર સમિતિ દ્વારા પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ન કાયદાકિય લડતના મંડાણ કરવામાં આવ્યા છે. સોસાયટીમાં લટકતા વીજવાયરો, અને લીફટની અસલામતી સહિતની રજૂઆતો રાજયના મુખ્યમંત્રી સહિત નેક વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કરવામાં આવી હોવા છતાં પ્રશ્નો આજ સુધી વણઉકેલ રહ્યાં છે. આવતીકાલ તા.૯ને શનિવારે સવારે ૧૦ વાગ્યે હાઉસીંગ બોર્ડ અને રાજકોટ મહાપાલીકાનાં ફાયર વિભાગનાં અધિકારીઓ સાથે આયોજિત બેન્કમાં ફલેટધારકોનાં પડતર પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવશે.
રંગોલીપાર્ક ફલેટ હોલ્ડર હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું છે કે, રંગોલીપાર્કમાં ૩૦ મૌટરથી ઉંચા બિલ્ડીંગ હોવા છતાં સ્ટ્રેચર લીફટ નથી એક પણ લીફટ અગાસી સુધી પહોંચતી નથી. ૪૫ મીટરના હાઈરાઈઝમાં આગ લાગે ત્યારે ફાયર ફાઈટર વળાંક લઈ શકે તેવા પહોળા માર્ગ નથી. સોસાયટીનાં એ અને બીજમાં આવક જાવક માટે એકજ માર્ગ છે. ફાયર ફાયટરને એકઝીટ માટે કોઈ જગ્યા છોડવામાં આવી નથી. બગીચા નજીક ટ્રાન્સફોર્મર મુકવામાં આવ્યું છે જે જોખમી છે. વીજમીટર રૂમની જોગવાઈ હોવા છતાં સેફટી ટેંકની ઉપર ચેનલમાં વીજમીટર મુકી દેવામાં આવ્યા છે. એલઆઈજી-૨ પ્રકારના બિલ્ડીંગમાં નિયમ અનુસાર દાદર કે લીફટની સંખ્યા નથી. મોટા ભાગની ફાયર ટેન્ક અલગથી વીજમીટર ધરાવતી નથી. સર્વેલન્સ કેમેરા મુકવામાં આવ્યા નથી. તેમજ અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગને બદલે અનેક જગ્યાએ થાંભલા ઉપર વીજવાયર લટકતા રહ્યાં છે. આ પ્રકારનાં તમામ પ્રશ્નોમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની અનેક ક્ષતિઓ જોવા મળી છે. જે મુદ્દે આજે તા.૯નાં આયોજિત બેઠકમાં ફલેટ ધારકો દ્વારા રંગોલી પાર્ક સોસાયટીના ફલેટ હોલ્ડર હિતરક્ષક સમિતિ રાજકોટના કાર્યકારી અધ્યક્ષ ભીખાલાલ સહાયના સહિતના ફલેટ ધારકોએ ગાંધીનગરથી આવેલ ગુજરાત રાજય આગ નિવારણ શાખાના નિયામકની ટીમ સમક્ષ આજે રોષભેર રજુઆત કર્યાનું જાણવા મળે છે.










