હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાડીમાં માંડવી કાઢતી વખતે મશીનમાં દુપટ્ટો ફસાતા દિલસાનાબેનને ફાંસો આવી જતા મોત
સણોસરા ગામ પાસે વાડીમાં બનાવઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૯: સણોસરા ગામે વાડીમાં પરિવાર સાથે. થ્રેસરમાં માંડવી કાઢતી વખતે મહિલાનો દુપટ્ટો થ્રેસરમાં ફસાઇ ગળામાં વીંટાઇ જતાફાંસો લાગવાથી મહિલાને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલએ ખસેડાયા બાદ તેનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ સણોસરા ગામે રહેતા દિલસાનાબેન આયુબભાઇ શેરસીયા (ઉ.વ. ૩૫) આજે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં પરિવાર સાથે વાડીએ થ્રેસરમાં માંડવી કાઢવાનું કામ કરતા હતા ત્યારે ગળે રાખેલો દુપટ્ટો થ્રેસરમાં આવી જતા મહિલા પટકાતા ગળામાં દુપટ્ટો વીંટાઇ જવાથી ફાંસો આવી ગયો હતો. ત્યાં હાજર પરિવારજનો દ્વારા તાકીદે તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી મહિલાને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીન ા સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલના પીએમ રૂમ ખાતે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક વાંકાનેરના વધાસીયા ગામે માવતરે ધરાવે છે. અને સંતાનમાં એક દીકરો છે. કરૂણ બનાવથી પરિવારમાં માતમ છવાયો છે










