હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિશાળ ક્રેડીટ સોસાયટીના ચેક રિર્ટન કેસમાં આરોપીને નવ માસની સજા

રાજકોટ : શહેરની વિશાખા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી માંથી લીધેલી લોનના હપ્તા ચૂકવવામાં નિષ્ફળ નીવડેલ બે મહિલા સહિત ચાર લોનધારકને તકસીરવાન ઠરાવી ૯ માસની સાદી કેદ અને ચેક મુજબની રકમ વાર્ષીક છ ટકાના સાદા વ્યાજ વળતરનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.વધુ વિગત મુજબ
વિશાખા ક્રેડીટ કો. ઓપ. સોસાયટી માંથી સભાસદ દર જજે લીધેલી લોન હપ્તા ચૂકવવામાં નિષ્ફળ ગયેલા ભીખુભાઈ કેશાભાઈ વાળોદરા, હંસાબેન ભીખુભાઈ વાળોદરા, અર્જુનભાઈ ભીખાભાઈ વાળોદરા, પૂજાબેન અર્જુનભાઈ વાળોદરા તમામ સામે ચેક રીર્ટન થતા તમામ સામે અદાલતમાં નેગોસીએબલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ વિશાખા ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી. તરફથી એડવોકેટ અનિરૂધ્ધ નથવાણીની દલીલો તેમજ રજુ રાખેલ દસ્તાવેજી પુરાવાઓ તથા વડી અદાલતનાં ચુકાદાઓ ઘ્યાને લઈ માં એડી. ચીફ. જયુડીમેજી. જે.એસ. પ્રજાપતી આરોપી કેશાભાઈ હંસાબેન ભીખુભાઈ વાળોદરા, ભીખુભાઈ વાળોદરા, અર્જુનભાઈ ભીખાભાઈ વાળોદરા, પૂજાબેન અર્જુનભાઈ વાળોદરા તમામને તકસીરવાન ઠરાવી ૯ માસની સાદી કેદ અને ચેક મુજબની રકમ વાર્ષીક છ ટકાના સાદા વ્યાજ વળતરનો દંડ કરવામાં આવેલ અને જો દંડ એક માસમાં ન ચુકવે તો વધુ ૨ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ દંડ ની રકમ ફરીયાદીને વળતર તરીકે આપવા હુકમ કરવામાં આવેલો છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે અનિરૂધ્ધ એ. નથવાણી, દિવ્યેશ એ. રૂડકિયા, દર્શિત બી. સોલંકી, તથા ધર્મીલ વી. પોપટ રોકયેલ હતા










