હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નાગરિક બેંકની ચૂંટણીના ફોર્મની ચકાસણીઃ જબરો કાનુની જંગ
કલ્પક સહિતના સંસ્કાર પેનલના ફોર્મની માન્યતા અંગે કલેકટર બપોરે ફાઇનલ હીયરીંગ કરશેઃ કૌભાંડ મુકત બેન્ક બનાવવાનો સંકલ્પ એ સંકલ્પ જાહેર કરતા વિબોધ દોશીએ પરિવારના સંયોજકની જવાબદારી સ્વીકારી

રાજકોટ તા. ૯ :.. સંસ્કાર પરિવારના નવા વરાયેલા સંયોજક વિબોધ દોશીએ અત્યારે બપોરે જણાવેલ છે કે સંસ્કાર પરિવારે હરીફ જૂઠ એવી સંસ્થાના કોઇપણ ઉમેદવારો સાથે આજે સવારે કોઇપણ વાંધા કે તકરાર કલેકટરશ્રી સમક્ષ રજૂ નહી કરી અર્થમાં સંસ્કારી સહકારનું વલણ અપનાવેલ.
જયારે સહકાર પેનલના શ્રી દેવ માંકડ સહિતના કેટલાક ઉમેદવારો અને તેના માત્ર સત્તા મેળવવાની લાલસામાં ગઇકાલ તા. ૮ નાં શામ-ઠામ અને દંડ-ભેદ ની નીતિ અપનાવીને પેનલના ઉમેદવારશ્રી જયંતભાઇ ધોળકીયા તેમજ લલીતભાઇ વડેરીયા (કાળુમામા)નાં દરખાસ્ત કરતા ડેલીગેટોને ગેરકાયદેસર રીતે તેમજ ચૂંટણી નિયમો વિરૂધ્ધ જે તે એ બળજબરીથી અજાણતાં દરખાસ્ત કરેલ છે તેવું ખોટું ચીત્ર ઉપ આજે સવારે કલેકટરશ્રી પ્રભાવકુમાર જોશી, સાથે પ્રયત્ન કરેલ છે. શ્રી દોશીએ આવા ગેરકૃત્યને વખોડી કાઢી ને કલેકટરશ્રીનાં હીયરીંગ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યકત કરેલ છે.
બેંકનાં પૂર્વ ચેરમેન તેમજ વર્તમાન ડી. શ્રી કલ્પક મણીયાર સામે ત્રીજી ટમ માટે ડીરેકેટરની ઉમેદવાર તો કરી શકાય તેવો કાયદાકીય વાંધો ઉઠાવેલ છે. પરંતુ અમે રાજકોટના તેમજ હાઇકોર્ટનાં મલ્ટીસ્ટર કો. ઓ. નાં તજજ્ઞ અમે સીનીયર એડવોકેટની કાનુની સલાહ લઇ પછી ફોર્મ ભરેલ શ્રી દોશીએ જણાવેલ કે અમોને કાયદા અને તેની બારીકામ પર સંપૂર્ણ વિશ્વાસ છે.
અન્ય સંસ્કાર પેનલના ત્રણ ઉમેદવારો મીહીર મણીયાર, હીમાંશુ ચિન્નોઇ, તેમજ દીપક અગ્રવાલ સામે પણ ખોટી રીતે માત્ર વાંધા વચકા હરીફ જૂથે ઉભા કરેલા છે. તેનું હીયરીંગ પણ બપોરે ર વાગ્યા બાદ કલેકટરશ્રી પ્રભાવકુમાર કરશે.
સંસ્કાર પરિવારની સંસ્કાર પેનલ નાગરીક બેંકના ટૂંકા સમય લાંબાી ગાળાના હીતની રક્ષા કરવા માટે જ મેદાને ઉતેરલ છે. સંસ્કાર પેનલના નેતા તેમજ જાહેર જીવનના દિગ્ગજ મોભી શ્રી કલ્પકભાઇએ ગઇકાલે ફોર્મ ભરતી વખતે મિડીયા ચેનલોને એવી ગેરન્ટી આપેલ છે કે જો બેક દિવસ તા. ૧૧ એટલે કે બે દિવસ સુધીમાં મુંબઇની કાલબાદેવી તેમજ જુનાગઢ બ્રાંચનાં કૌભાંડો અંગે પોલીસ ફરીયાદ અને એફ. આઇ. આર. દાખલ થઇ જાય તેમજ રીર્ઝવ બેન્ક સમક્ષ આ બ્રાંચોનો ફોડ અંગેની તમામ હકિકતો જાહેર કરી દેવામાં આવે તો મારા સહિત કોઇપણ ઉમેદવાર ચૂંટણી નહી લડે અને ફોર્મ પરત ખેંચવાની તા. ૧૧ મીએ ફોર્મ પાછા ખેચી લેશ. હું કે અમો સત્તા માટે ચૂંટણી લડીએ છીએ તે તમામ પ્રચાર અને પ્રસાદ સંયુકત પણે ખોટા અને પાયા વિહોણા છે. અમારે તો અમારી રાષ્ટ્રીય સ્યવંમ સેવક સંઘનાં સ્વંયમ સેવક તરીકેની તેમજ ભાજપના કાર્યકર્તા તરીકેની જવાબદારી માત્ર નિભાવવાની છે. જે અમોને સંઘના તેમજ ભાજપના ઘડતર માંથી મળેલી છે. તેમ તેઓએ યાદીનાં અંતમાં જણાવ્યું છે.










