હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આત્મીય યુનિવર્સિટીમાં જીવન વિદ્યા સંમેલનનો પ્રારંભ

રાજકોટ : પારિવારિક,સામાજિક અને વ્યવસાયિક જીવનનાં વર્તમાન પડકારોને પહોંચી વળવા માટે શિક્ષાની સાથે સંસ્કારની આવશ્યકતાને નકારી શકાતી નથી. શિક્ષા નાં માધ્યમથી વિદ્યાર્થી સમજદાર અને જવાબદાર બને તે સમાજના પ્રત્યેક વર્ગનું દાયિત્વ છે.આ દાયિત્વનાં ભાગરૂપે લોકજાગળતિ કાર્યક્રમ અંતર્ગત આત્મીય વિશ્વ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ નાં પરિવારના સદસ્યો, ઉદ્યોગ જગતના લોકો, ડોકટર, શિક્ષકો અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો માટે જીવન વિદ્યા પરિચય શિબિરના માધ્યમથી લોક જાગળતિ કાર્યક્રમનું આયોજન પણ આત્મીય વિશ્વ વિદ્યાલયમાં પ્રત્યેક વર્ષ થતું રહ્યું છે. સંસ્કળતિ અને સભ્યતાને પોષણ આપતો કાર્યક્રમ જીવન વિદ્યા નું રાષ્ટ્રીય સંમેલન, કે જેનું આયોજન ૮/થી ૧૦/ દરમિયાન આત્મીય વિશ્વ વિદ્યાલયનાં આંગણે થઈ રહ્યું છે. દીપ પ્રજ્વલન દ્વારા સત્રનું ઉદ્ધાટન કરવામાં આવ્યું જેમાં આત્મીય વિશ્વ વિદ્યાલય તરફથી વિશ્વ વિદ્યાલયના પ્રેસિડેંટ પૂ. ત્યાગવલ્લભ સ્વામીજી, તેમજ સંસ્થાના અગ્રણીઓ તથા જીવન વિદ્યા પરિવાર તરફથી શ્રી સોમદેવ ત્યાગી, શ્રીરામ નરસિમ્હન, શ્રી સુરેન્દ્ર પાઠક અને શ્રી રણસિંગ આર્ય વગેરે મહાનુભાવો પણ તેમાં જોડાયા હતા. ત્યારબાદ સમ્મેલનની થીમ ને અનુરૂપ પ્રાસંગિક વક્તવ્યમાં ત્યાગવલ્લભ સ્વામીજી એ શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રી મારફતે જીવન લક્ષ્યને સુદ્રઢ બનાવવા માટે જે સૂત્રો ની સમજ આપી છે તેની વિગતવાર વાત કરી, આ સાથે જ તેઓએ શિક્ષા ના મારફતે વિદ્યાર્થીમાં સ્કિલ ની સાથે સાથે મૂલ્યનું પણ સિંચન થાય તે વાત પર ભાર મૂકયો હતો. પ્રસ્તુત તસ્વીરમાં ઉદઘાટન કાર્યક્રમની ઝલક નજરે પડે છે.










