<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

નાગરિક બેંકની ચૂંટણીમાં મોટો અપસેટ: કલ્પક મણિયાર સહિત સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના ફોર્મ રદ્દ: સુનવણી બાદ ચુંટણી અધિકારી પ્રભવ જોશીની સતાવાર જાહેરાત

રાજકોટ:  નાગરીક બેંકની ડીરેકટર પદની  ચુંટણીમાં  સહકાર પેનલ દ્વારા સંસ્કાર પેનલના  જયંતભાઈ ધોળકીયા, લલીતભાઈ વડેરીયા (કાળુમામા), મિહિર મણીયાર, હિમાંશુ ચિનોય, નિમેષ કેશરીયા અને ખુદ કલ્પક મણીયાર સહિતના ૭ ઉમેદવારોની ઉમેદવારી સામે વાંધા અરજી રજુ કરવામાં આવતા  કલેકટર પ્રભવ જોષી દ્વારા આ વાંધા અરજીઓ ઉપર સુનવણી  બાદ ચુંટણી અધિકારી પ્રભવ જોશીની સતાવાર નિર્ણય કરવામં આવતા કલ્પક મણિયાર, મિહિર મણિયાર, હિમાંશુ ચીનોય, નિમેષ કેસરિયાનાં ફોર્મ ટેકનીકલ કારણોસર રદ્દ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ ચાર ઉમેદવારો હવે ચૂંટણી નહિ લડી શકે:  સહકાર પેનલ માંથી સુરતના રણછોડ ધોળિયાનું ફોર્મ પાછું ખેચાયુ: હાલ 41 ઉમેદવારો: સોમવારે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ: ભારે ઉતેજના

(6:07 PM IST)