News of Monday, 11th November 2024
BSNLની દિવાળી ભેટ....દેશભરમાં પ્રથમ સેવાઃ D2D (ડાઇરેક્ટ ટુ ડિવાઇસ) સેવા, સીમ કાર્ડ વગર મોબાઈલમાં કરી શકાશે વાત
BSNL અને Viaseat નાં સંયુક્ત ઉપક્રમે સફળ પરીક્ષણ, આવતા વર્ષે શરૂ થશે સેવાઃ D2D સેટેલાઈટ ટેકનોલોજીથી વિડીયો કોલ,વોઇસ કોલ અને એસએમએસની ઉત્તમ સર્વિસ

રાજકોટ, તા., ૧૧: ‘ડાયરેકટ ટુ ડિવાઇસ' ટેક્નોલોજી અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરે છે જે હાલના ઉપકરણો સાથે સુસંગત છે - જેમ કે મોબાઈલ ફોન, સ્માર્ટ દ્યડિયાળો અથવા કાર - ઔદ્યોગિક મશીનરી, અને ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ માટે સેટેલાઇટ કવરેજ સાથે એકીકૃત રીતે જોડાઈ શકે છે. ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ કનેક્ટિવિટી એ એક નવી ટેકનોલોજી છે.
BSNL એ અમેરિકાની વિખ્યાત ગ્લોબલ સેટેલાઈટ કોમ્યુનિકેશન કંપની (Viasat) સાથે મળીને આ ક્રાંતિકારી ટેકનોલોજી ડાઇરેક્ટ ટુ ડિવાઇસ કનેક્ટીવીટીથી મોબાઈલમાં સીમકાર્ડ વગર દેશભરના છેવાડાના ગામો, જંગલો, પહાડી વિસ્તાર, પાણી અને હવામાં મોબાઈલ ટાવર કે બીજા ઉપકરણ વગર એન્ડ્રોઇડ મોબાઈલ, સ્માર્ટફોન, સ્માર્ટવોચ કે કારમાં વિડિયો કોલ, વોઇસ કોલ અને એસએમએસ સેવા વિકસાવી છે.
કોઈપણ મોબાઈલ સીમ કાર્ડ, ઈ-સીમ વગર કામ કરી શકે નહીં પણ હવે સીમ વગર સેટેલાઇટ દ્વારા હકીકતમાં આ શકય બનવા જઈ રહ્યું છે. BSNL લાવી રહ્યું છે ડાઇરેક્ટ ટુ ડિવાઇસ( D2D) ટેક્નોલોજી જેમાં વિશ્વસનીય અને ઝડપી સેવાનો લાભ દેશભરમાં કોમ્યુનિકેશન સેવાથી વંચિત રહી ગયેલા લોકો પણ મેળવી શકશે.
Viasat એન્જિનિયરોએ ભારતીય મોબાઈલ કોંગ્રેસમાં ઉપસ્થિત લોકો માટે સેટેલાઈટ સંચાલિત 36000 કિલોમીટર દૂર વોઇસકોલ અને એસએમએસ દ્વારા સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. “ભવિષ્યમાં, D2D ભારતીય ઉત્પાદન અને પુરવઠા શૃંખલાને વધુ કાર્યક્ષમ, વધુ ટકાઉ અને સુરક્ષિત બનાવવા માટે અને ઓટોમોટિવ એપ્લિકેશનોને સલામતી અને શરતો-આધારિત જાળવણીને વધારવામાં મદદ કરી શકે છે.વ્યક્તિ, ઉપકરણ અથવા વાહન ગમે ત્યાં હોય, સીમલેસ કનેક્ટિવિટીનો લાભ લઈ શકશે.
વિયાસટ(Viasat) ના ચીફ ટેકનિકલ ઓફિસર સંદીપ મૂર્તિએ જણાવ્યું હતું કે ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ (D2D) સેટેલાઇટ કનેક્ટિવિટી સુધી પહોંચવામાં આવતા અવરોધોને દ્યટાડવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને ભારતમાં જયાં લાખો લોકો પાસે વિશ્વસનીય નક્કર કનેક્ટિવિટી નથી.
સેલ્યુલર નેટવર્ક્સમાં (D2D) સંચારને બેઝ સ્ટેશન (BS) અથવા કોર નેટવર્ક નો ઉપયોગ કર્યા વિના બે મોબાઇલ વપરાશકર્તાઓ વચ્ચે સીધી વાતચીત શકય બનશે. BSNL ના ચેરમેન અને ચીફ મેનેજીંગ ડિરેક્ટર રોબર્ટ જે. રવી એ જણાવ્યા મુજબ દેશભરમાં પ્રથમવાર આ સેવા વર્ષ 2025 થી ઉપલબ્ધ થઈ શકે એવું આયોજન કરવામાં આવ્યું છે. માર્ચ 2025 સુધીમાં 4G નેટવર્ક ઉપલબ્ધતા માટેની અમારી આંતરિક સમયમર્યાદા નક્કી કરેલ છે. અમારું લક્ષ્ય છે કે છ થી આઠ મહિનામાં 5G ચાલુ થાય. હાલની 4G સાઇટ્સને નાના કાર્ડ રિપ્લેસમેન્ટ અને સોફ્ટવેર અપગ્રેડ સાથે 5Gમાં અપગ્રેડ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
અત્યારે ટેરિફ અને સર્વિસ ના તફાવત માં ગ્રાહકો અટવાયા છે. ખાનગી ક્ષેત્રની કંપનીઓ એરટેલ અને જીઓ પણ એલન મસ્કની સ્ટારલિંક સાથે જોડાણ કરીને સેટેલાઇટ સેવા વિકસાવવા કામ કરી રહ્યા છે ત્યારે BSNLએ સસ્તી સેવાઓનો લાભ વધુ ગ્રાહકો સુધી પહોંચાડવા સેવાઓ માં સુધાર કરી સારી સેવા આપવી અનિવાર્ય રહેશે.
સંકલન..
બાબુભાઇ મેનપરા
નિવૃત BSNL અધિકારી
(12:05 PM IST)










