<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

સત્‍યયુગ શ્રી રામજી મંદિરે કાલે અન્નકુટ મહોત્‍સવ - પાટોત્‍સવ

નિજમંદિરે દાયકાઓથી ‘ૐ હ્રીં રામ જય રામ જય જય રામ' ની અખંડ ધુન ચાલુ :અન્નકુટ દર્શન - અન્નકુટ આરતી - સંધ્‍યા આરતી - સમુહ ધુન- ભજનની રમઝટ જામશે

રાજકોટ તા. ૧૧ : સત્‍યયુગાવતાર શ્રી આત્‍મન ભગવાનના સ્‍વહસ્‍તે શ્રીદેવ દિવાળીના શુભ દિવસે ચતુર્ભુજ શ્રી રામલાલા તથા ચતુર્ભુજ શ્રી રામ ભગવાન અને અન્‍ય દિવ્‍ય સ્‍વરૂપોની પરમાત્‍મભાવથી પ્રાણ પ્રતિષ્‍ઠા કરી હતી. આવતી કાલે તા. ૧ર ને મંગળવારના રોજ અન્નકુટ મહોત્‍સવ તથા પાટોત્‍સવના શુભ પ્રસૅગે અન્નકુટ દર્શન સવારે ૯ થી ૬:૩૦ અન્નકુટ આરતી બપોરે-૧ કલાકે અને સંધ્‍યા આરતી સાંજે-૬ કલાકે તથા સમુહ ધુન તથા ભજનો સાંજે ૬ થી ૯ રાખવામાં આવેલ છે.

સત્‍યયુગ શ્રી રામજી મંદિર, શ્રી ન્‍યાલભકત અન્નક્ષેત્ર જુની બાળઅદાલત સામે ગોંડલ રોડ ખાતે શ્રી આત્‍મન ભગવાન પ્રેરીત બ્રહ્મમંત્ર ‘ૐ હ્રીં રામ જય રામ જય જય રામ' ની અખંડધૂન ગૌમાતા સહિત સર્વમૂક પ્રાણીઓની રક્ષા અર્થે તથા વિનાશક પ્રલયાત્‍મક આપતિઓના નિવારઅર્થે તેમજ વિશ્વમાં સત્‍યયુગ સંસ્‍થાપન માટે છેલ્લા ૩૪ વર્ષથી બ્રહ્મમંત્રની અખંડધૂન અવિરત ચાલી રહી છે. તેમ સુરેશ મહારાજ, મો. ૬૩પર૭૩૮૯પ૭ એ જણાવ્‍યુ હતું.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સર્વશ્રી રાહુલભાઇ જોશી, છગનભાઇ ગજેરા અને ભરતભાઇ વ્‍યાસ નજરે પડે છે.(૬.ર)

 

(3:14 PM IST)